એક અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચપ્પલ અને સેન્ડલ પહેરીને ટુ વ્હીલર ચલાવવા પર દંડ લાદવાનો નિયમ જૂનો છે પરંતુ આજદિન સુધી તેનો કડક અમલ કરવામાં આવ્યો નથી. હવે ચપ્પલ અથવા સેન્ડલ પહેરેલા ટુ-વ્હીલર ડ્રાઇવરોની પેનલ્ટી ચલાન કાપવાનું શરૂ કર્યું છે. દેશમાં નવા મોટર વાહન અધિનિયમની રજૂઆત પછી, ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘનન માટે દંડમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન લોકો હવે અટકળો કરવા લાગ્યા છે કે બાઇકને ચપ્પલ કે સેન્ડલ પહેરવા બદલ દંડ કરવામાં આવશે કે કેમ? નિયમો અનુસાર ગિયરવાળું ટુ-વ્હીલર ચલાવવું અને સ્લિપર પહેરવું ટ્રાફિકના નિયમની વિરુદ્ધ છે.
ટ્રાફિક વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે ચપ્પલ અથવા સેન્ડલ પહેરેલી ટુ-વ્હીલર ચલાવવા માટે દંડ એકદમ જૂનો નિયમ છે પરંતુ કડક અમલ કરવામાં આવ્યો નથી. હવે ચપ્પલ અથવા સેન્ડલ પહેરીને બાઇક ચલાવતા હોય ત્યારે પણ પેનલ્ટી કરવામાં આવશે. ટ્રાફિકના નિયમો અનુસાર, ચપ્પલ પહેરીને ગિયર વાળું ટુ વ્હીલર ચલાવવું ટ્રાફિકના નિયમની વિરુદ્ધ છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ નિયમ જૂનો હોવા છતાં આજદિન સુધી તેનો કડક અમલ કરવામાં આવ્યો નથી. હવે ટ્રાફિકના નિયમો કડક કરવામાં આવી રહ્યા છે, તેથી હવે ચપ્પલ અથવા સેન્ડલ પહેરીને ટુ વ્હીલર ચલાવનારાઓની પેનલ્ટી કાપવાનું શરૂ થયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
