Not Set/ જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકવાદીઓનો ગોળીબાર; એક યુવતી સહિત ચાર લોકો ઘાયલ થયા

કાશ્મીરના સોપોરમાં આતંકવાદીઓએ ફરી એકવાર ગોળીબાર કર્યો છે. કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યા અનુસાર આ તોપમારા અને ફાયરિંગમાં એક યુવતી (ઉસ્મા જાન) સહિત ચાર લોકો ઘાયલ થયા છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે. સોપોરના ડેન્જરપોરામાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. Kashmir Zone Police: Terrorists […]

India

કાશ્મીરના સોપોરમાં આતંકવાદીઓએ ફરી એકવાર ગોળીબાર કર્યો છે. કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યા અનુસાર આ તોપમારા અને ફાયરિંગમાં એક યુવતી (ઉસ્મા જાન) સહિત ચાર લોકો ઘાયલ થયા છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે. સોપોરના ડેન્જરપોરામાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

 

5 ઓગષ્ટ થી અત્યાર સુધી નો ઘટનાક્રમ :

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં પથ્થરમારાની ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થઈ છે. એક પોલીસ અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે, ગંગુ વિસ્તારનો રહેવાસી મોહમ્મદ યાસીન (30) સોમવારે રાત્રે પથ્થરમારોનો શિકાર બન્યો હતો. તેને માથામાં ઈજા થઈ છે. અધિકારીના જણાવ્યા અનુસાર, તેમને શ્રીનગરની એસએમએચએસ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

અનંતનાગ જિલ્લાના બિજબેહરા વિસ્તારમાં 25 ઓગસ્ટે પથ્થરમારામાં ટ્રક ચાલક (42) નૂર મોહમ્મદ ડારનું મોત નીપજ્યું હતું. ટ્રક પર પથ્થરમારો કરતાં, ઇજાગ્રસ્ત ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

ડ્રાઇવરની ઓળખ નૂર મોહમ્મદ દાર (42) તરીકે થઇ હતી.  પોલીસ મહાનિર્દેશક દિલબાગસિંહે અધિકારીઓને ગુનેગારોની ધરપકડ કરી કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

પોલીસે જણાવ્યું કે વિરોધ કરનારાઓ નાગરિક વાહનો પર પથ્થરમારો પણ કરી રહ્યા હતા. આ મહિનાની શરૂઆતમાં, શ્રીનગર શહેરના ડાઉન ટાઉન વિસ્તારમાં એક 11 વર્ષની બાળકીને પથ્થરમારાની ઘટનામાં ઈજાઓ પહોંચી હતી, જેની આંખમાં ઈજા થઈ હતી.

આ મહિનાના 5 ઓગસ્ટે કેન્દ્ર સરકાર દ્વારા કલમ 370 નાબૂદ કર્યા પછી, ખીણમાં અત્યારે ઘણાં નિયંત્રણો છે. રાજ્ય વહીવટ દાવો કરે છે કે પ્રતિબંધો તેમજ સુરક્ષા દળોની હાજરીને કારણે અહીં શાંતિ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.