Not Set/ એકતા કપૂરને મળી ગઈ નવી કોમોલિકા, હિના ખાન થઈ શો થી બહાર

મુંબઈ, ટીવી શો ‘કસૌટી જિંદગી’માં હિના ખાનને કોમોલિકાના રોલમાં ખૂબ પસંદ કરવામાં આવી હતી. પરંતુ તેના બોલીવુડ પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત હોવાને કારણે હિના ખાને શો વચ્ચે છોડી દીધો હતો. વચ્ચે હિના ખાન શો છોડીને જતી રહી હોવાથી ચાહકો ખૂબ નિરાશ થયા હતા. કોમોલિકા ફરી એકવાર કસૌટીમાં પછી આવની છે. પરંતુ આ વખતે કોમોલિકાના રોલમાં હિના ખાન […]

Uncategorized

મુંબઈ,

ટીવી શો ‘કસૌટી જિંદગી’માં હિના ખાનને કોમોલિકાના રોલમાં ખૂબ પસંદ કરવામાં આવી હતી. પરંતુ તેના બોલીવુડ પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત હોવાને કારણે હિના ખાને શો વચ્ચે છોડી દીધો હતો. વચ્ચે હિના ખાન શો છોડીને જતી રહી હોવાથી ચાહકો ખૂબ નિરાશ થયા હતા. કોમોલિકા ફરી એકવાર કસૌટીમાં પછી આવની છે. પરંતુ આ વખતે કોમોલિકાના રોલમાં હિના ખાન નહીં કોઈ બીજું જ જોવા મળશે.

એવી આશા રાખવામાં આવી હતી કે હિના ખાન ફિલ્મ પ્રોજેક્ટથી ફ્રી થઈ જતાં તે શોમાં પરત ફરશે. પરંતુ હિના ખાનનો ટીવીની દુનિયામાં પાછા ફરવાનો ઇરાદો નથી. આવી સ્થિતિમાં, બીજી અભિનેત્રીને કોમોલિકાની ભૂમિકા નિભાવવા માંગવામાં આવી હતી.

એક અહેવાલ મુજબ, કોમોલિકા અને મિસ્ટર બજાજ આગામી દિવસોમાં સાથે કામ કરશે. કોમોલિકાની ભૂમિકા માટે એકતા કપૂરને અનેક અભિનેત્રીઓનું નામ આપવામાં આવ્યું હતું, આમાં રાગિની ખન્ના, મધુરિમા તુલી, રિદ્ધિ ડોગરાનાં નામ શામેલ છે. પરંતુ એકતા કપૂરે માત્ર સનાયા ઈરાનીના નામ પર મહોર લગાવી હતી.

https://www.instagram.com/p/B2Glh3vpngz/?utm_source=ig_embed

પરંતુ સનાયાએ આવી ભૂમિકા કરવાની ના પાડી. હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે જૈસમિન ભસીનના નામે અંતિમ મોહર લગાવમાં આવી ગઈ છે. જૈસમિન ખતરો કે ખિલાડીમાં જોવા મળી છે.

https://www.instagram.com/p/B2GQ24HhGUD/?utm_source=ig_embed

જૈસમિન ભસીનના નિર્માતાઓ કસૌટી જિંદગી શો વિશે શું નિર્ણય લે છે, તે આગામી દિવસોમાં જોવા મળશે પરંતુ આ વખતે માનવામાં આવી રહ્યું છે કે હિના ખાન કમોલિકાના પાત્રમાં જોવા મળશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.