Not Set/ ચાલુ કારમાંથી એક વર્ષની બાળકી પટકાઇ, વીડિયો થયો વાયરલ

આપણા ઘરડા કહેતા કે જાકો રાખે સાઈયા માર શકે ન કોઇ. આ કહેવતને સાચી સાબિત કરતો કિસ્સો સામે આવ્યો છે. કેરળનાં ઇડુક્કી જિલ્લાનાં મુન્નાર વિસ્તારમાં 1 વર્ષની બાળકી ઝડપથી દોડી રહેલી કારથી નીચે પડી ગઇ હતી. આ દરમિયાન રસ્તા પર વાહનોની અવર જવર ચાલુ રહી હતી. આ બાળકી ઘૂંટણનાં સહારે ચાલતી રહી અને રોડ પાર […]

Top Stories India

આપણા ઘરડા કહેતા કે જાકો રાખે સાઈયા માર શકે ન કોઇ. આ કહેવતને સાચી સાબિત કરતો કિસ્સો સામે આવ્યો છે. કેરળનાં ઇડુક્કી જિલ્લાનાં મુન્નાર વિસ્તારમાં 1 વર્ષની બાળકી ઝડપથી દોડી રહેલી કારથી નીચે પડી ગઇ હતી. આ દરમિયાન રસ્તા પર વાહનોની અવર જવર ચાલુ રહી હતી. આ બાળકી ઘૂંટણનાં સહારે ચાલતી રહી અને રોડ પાર કરી લીધો. આ દરમિયાન સારી વાત એ રહી કે તે રોડ ક્રોશ કરતી વેળાએ કોઇ કાર નીચે ન આવી.

ઘરડાની એક કહેવત છે કે, લખ્યુ લેવાય, એટલે કે હાથની રેખામાં જે લખ્યુ હોય તે જ થાય. જ્યા સુધી જીવન તમારુ લખાયેલુ છે ત્યા સુધી તમારે જીવવાનુ છે. ઘણી વાર આપણે જોઇએ કે સાંભળીએ છીએ કે કોઇ મોટો અકસ્માત થયો હોય અને ત્યારે તે અકસ્માતમાં શખ્સનો આબાદ બચાવ થઇ જાય છે, જ્યારે તે અકસ્માતને જોઇ તે વાતની આપણને નવાઇ લાગતી હોય છે.

કઇક આવુ જ એક વર્ષની બાળકી સાથે થયુ હોય તેવુ લાગી રહ્યુ છે. અહી સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે એક કારમાંથી બાળકી પટકાય છે અને તે ઘૂંટણનાં સહારે રોડને ક્રોશ કરે છે આ દરમિયાન ઘણા વાહનો ત્યાથી નિકળે છે પણ બાળકી આસાનીથી રોડ ક્રોસ કરતી જોવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.