અમદાવાદ,
અમદાવાદમાં અનેક વિસ્તારમાં સવારથી વીજળીનાં કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ પડી રહ્યો છે. અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ દરેક જગ્યાએ પાણી ભરાય ગયું છે. વાસણા બેરેજનાં 3 દરવાજા ખોલી દેવામાં આવ્યાં છે.જો વરસાદનાં આંકડાની વાત કરવામાં આવે તો અમદાવાદમાં સવારે 8 થી 10 બે કલાકમાં સરેરાશ 2 ઇંચ વરસાદ પડ્યો છે.
પૂર્વ વિસ્તારણાં 61 મિમી એટલે 2.44 ઇંચ વરસાદ.
મધ્ય ગુજરાતમાં 39 મિમી
ઉત્તર ગુજરાતમાં 37 મિમી
દક્ષિણ ગુજરાતમાં 2.55 ઇંચ વરસાદ
આપને જણાવી દઈએ કે અમદાવાદની સાથે સાથે ગાંધીનગરમાં પણ વરસાદ વરસી રહ્યો છે.
જાણો અમદાવાદના કયા વિસ્તારમાં પડ્યો વરસાદ
અમદાવાદનાં વેજલપુર, વસ્ત્રાપુર, શ્યામલ, રાણીપ, ગોતા, હાટકેશ્વર, નારોલ, ચેનપુર, અમરાઇવાડી, નરોડા, વટવામાં ધોધમાર વરસાદ પડતાં ઘણી જગ્યાએ પાણી ભરાય ગયું છે. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બાપુનગર, નરોડા, નવા વાડજ, ગોતા, એસજી હાઈવે, સિંધુભવન વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે.હવામાન વિભાગે કરેલી આગાહીના આધારે મેઘો ધોધમાર વરસતા અમદાવાદવાસીઓની હાલાકી વધી છે.
શહેરમાં વીજળીનાં કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. લોકોને કામ વગર બહાર ન જવા માટે અપીલ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
