સામગ્રી,
1/2 કપ ચોખા
1/2 કપ લીલી મગની દાળ
1/4 ટીસ્પૂન મેથીના દાણા
1/2 કપ ખમણેલા ગાજર
1/2 કપ ઝીણા સમારેલો લીલા કાંદાનો સફેદઅને લીલો ભાગ
મીઠું , (સ્વાદાનુસાર)
1 ટીસ્પૂન ફ્રૂટ સોલ્ટ
પીરસવા માટે
લીલી ચટણી
બનાવવાની રીત
પહેલા તમે એક ઊંડા બાઉલમાં ચોખા, મગની દાળ અને મેથીના દાણા લઈને જરૂરી પાણી ઉમેરી પાંચ થી છ કલાક સુધી પલાળી રાખો. ત્યારે પછી તેને નીતારી લો, એ પછી તેમાં થોડું પાણી ઉમેરીને મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ બનાવો.
ત્યાર પછી પેસ્ટને એક બાઉલમાં નીકળી લો. પછી તેમાં ગાજર, લીલા કાંદા અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો. ત્યાર પછી ખીરાને બાફ્તા પહેલા તેમાં ફ્રૂટ સોલ્ટ ઉમેરો અને તેની પર ૨ ટીસ્પૂન પાણી રેડો.
ત્યાર પછી પેસ્ટમાં પરપોટા થવા માંડે ત્યારે ધીરથી હલાવી લો. એ થઈ જાય એટલે તેમાં થોડું-થોડું ખીરુ ઇડલીના દરેક સાંચામાં રેડી સ્ટીમરમાં 10 મિનિટ માટે અથવા ઇડલી રધાંઇ ત્યાં સુધી બાફી લો.
થોડું ઠંડું થાય એટલે ઇડલીને સાંચામાંથી બહાર કાઢીલો તૈયાર છે મગની દાળની ઈડલી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
