IPL/ મુંબઇ ઇન્ડિયન્સમાંથી અર્જુન તેંડુલકર બહાર,જાણો ક્યાં કારણસર

અર્જુનની જગ્યાએ મુંબઈ ઈન્ડિયન્સ (MI) એ ઝડપી બોલર સિમરજીત સિંહને ટીમમાં સામેલ કર્યા છે. સિમરજીત સ્થાનિક ક્રિકેટમાં દિલ્હી તરફથી રમે છે

Uncategorized Sports

મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર ઈજાને કારણે આઈપીએલ 2021 માંથી બહાર થઈ ગયા છે. અર્જુનની જગ્યાએ મુંબઈ ઇન્ડિયન્સ (MI) એ ઝડપી બોલર સિમરજીત સિંહને ટીમમાં સામેલ કર્યા છે.

અર્જુન તેંડુલકર ઈજાને કારણે આઈપીએલ 2021 માંથી બહાર થઈ ગયા છે. અર્જુનની જગ્યાએ મુંબઈ ઈન્ડિયન્સ (MI) એ ઝડપી બોલર સિમરજીત સિંહને ટીમમાં સામેલ કર્યા છે. સિમરજીત સ્થાનિક ક્રિકેટમાં દિલ્હી તરફથી રમે છે. મુંબઈ ઈન્ડિયન્સે  આ વિશે માહિતી આપી છે.મુંબઈ ઈન્ડિયન્સે ઘાયલ અર્જુન તેંડુલકરની જગ્યાએ આઈપીએલ 2021 સિઝનના બાકીના સમય માટે સિમરજીત સિંહને સામેલ કર્યા છે. જમણા હાથના મધ્યમ ફાસ્ટ બોલરે આઇપીએલ માર્ગદર્શિકા અનુસાર ફરજિયાત ક્વોરેન્ટાઇન પૂર્ણ કર્યા બાદ ટીમ સાથે તાલીમ પણ શરૂ કરી છે.