સમગ્ર ગુજરાત હાલ ગણેશમય બન્યું છે અને દરેક જગ્યા એ ૧૦ દિવસ સુધી દુંદાડા દેવ ની પ્રતિમા પ્રસ્થાપિત કરી પૂજા અર્ચના કરાય છે. ત્યારે આજે અમે આપને એવા ગણપતિ દાદાનાં દર્શન કરાવવાનાં છીએ જે “વસૂધૈવ કુટુંબ કમ” ની ભાવનાને યથાર્થ ઠેરવી સમગ્ર સમાજને એકતાનો સંદેશો આપે છે. આવો કરીએ પંચમહાલ જિલ્લાનાં કાલોલ તાલુકાનાં ડેરોલ ગામનાં ગણેશજી અને તેમની વિશેષ બોધપાઠ આપતી સમૂહ પુજાનાં શાબ્દિક દર્શન.
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકા નું ડેરોલ ગામ અંદાજિત ૭૦૦૦ થી વધુ વસ્તી અને વિવિધ જ્ઞાતિ ધરાવતું ગામ છે.ગામ માં વિવિધ વર્ણ ના લોકો ખૂબ એકતા અને સમજદારી થી વસવાટ કરે છે.ડેરોલ ગામ માં છેલ્લા ૪૧ વર્ષ થી એક જ જગ્યા એ ગણેશ પ્રતિમા ની સ્થાપના ગામ લોકો ભેગા મળી ને કરે છે.૭૦૦૦ ની વસ્તી ધરાવતા ગામ માં માત્ર એક જ પ્રતિમા ની સ્થાપના કરવા માં આવે છે અને તે પણ છેલ્લા ૪૧ વર્ષ થી થાય છે.અહી ના ગ્રામ જનો દરેક તહેવાર ની સામૂહિક ઉજવણી જ કરે છે.તેનું કારણ પૂછતાં ગામ લોકો જણાવે છે કે ગામ માં દરેક જ્ઞાતિ ના લોકો રહે છે તેથી ગામ લોકો માં એકતા જડવાઈ રહે તે હેતુ થી અને હિન્દુ સંસ્કૃતિ ને અમે વારસા માં આપી શકીએ તે હેતુ થી દરેક તહેવાર સામૂહિક રીતે ઉજવાય છે.
એજ રીતે આ ગણેશોત્સવ પણ સામૂહિક રીતે ઉજવવા માં આવે છે અને એમાં પણ ગામ ને જે બાળકો છે તે તમામ બાળકો ગણેશુત્સવ માં દરરોજ દસે દસ દિવસ ગણેશ પુજા આરતી સામૂહિક રીતે કરે છે દરરોજ અંદાજિત ૫૦૦ થી પણ વધુ બાળકો અહી પુજા અર્ચના કરે છે.ગામ ના તમામ જ્ઞાતિ ના પછી તે દલિત હોય કે સવર્ણ ગરીબ હોય કે તવંગર દરેક બાળકો અહી એક સાથે બેસી ને પુજા આરતી કરે છે.પુજા માટે ગામ ના બાળકો ઘરે થી પોતાના વડીલ સાથે પુજા ની થાડી અને સામગ્રી લઈ ને આવતા હોય છે ત્યાર બાદ અહી ગામ જ ભૂદેવ દ્વારા પુજા કરાવવા માં આવે છે.બાળકો માં હિન્દુ સંસ્કૃતિ ના સંસ્કારો વારસા માં મળે અને હાલ માં જે જાતિ વિગ્રહ ચાલી રહ્યો છે તેના થી ગામ ના બાળકો મુક્ત રહે અને સમાજ માં એક સારો દાખલો બેસાડી શકે તેવા ઉમદા હેતુ થી અહી છેલ્લા ૪૧ ઉપરાંત વર્ષો થી અવિરત સામૂહિક ગણેશ પુજા નું આયોજન કરવા માં આવે છે.આ અનોખી ગણેશ પૂજા માં વાલીઓ પણ પોતાના બાળકો ને હોંશે હોંશે મોકલે છે.
ડેરોલ ગામ માં ગણેશ ની બાળપૂજા સૌ પ્રથમ વૈદિક મંત્રોચાર કરી શાસ્ત્રોક્ત રીતે પુજા કરવાવવા માં આવે છે.ત્યાર બાદ આરતી અને ગણેશ બાવની નું પઠન કરવા માં આવે છે.પુજા પૂર્ણ થયા બાદ પ્રસાદ વહેચય છે.દરરોજ વિવિધ પ્રકાર ના પ્રસાદ નો ગણેશ ભક્તો લાભ મેડવે છે.દરરોજ એક કલાક થી પણ વધુ સમય ચાલતી આ સામૂહિક બાળપૂજા સામાજિક એકતા સાથે ની ડેરોલ ગામ ની ગણેશ જી બાળપૂજા સ્વછતા નો પણ સંદેશો આપે છે પુજા પૂર્ણ થયા બાદ પુજા ની સામગ્રી બાળકો દ્વારા જ ઉઘરાવી વિસર્જિત કરવા માં આવે છે.દેરોલ ગામ ની ગણેશ જી સામૂહિક બાળપૂજા ને નિહાળવા માંટે મોટી સંખ્યા માં સ્થાનિકો તેમજ આજુબાજુ ના ગ્રામજનો આવે છે.
ડેરોલ ગામ માં બાળકો દ્વારા થતી અનોખી સામૂહિક ગણેશ પુજા નું ખૂબ જ મહત્વ રહેલું છે.સાથે જ સમસ્ત ગામ વતી એક જ જગ્યા એ ગણેશ પ્રતિમા નું જે સ્થાપન કરવા માં આવે છે તે પ્રતિમા માટે પણ ગામ લોકો દ્વારા વિશેષ વ્યવસ્થા કરવા માં આવી છે.દરેક વર્ષે ગણેશ ઉત્સવ ની શરૂઆત માં ગામ ના જ એક અગાઉ થી નક્કી કરેલ દાતા દ્વારા આ પ્રતિમા નો ખર્ચ ઉઠાવવા માં આવે છે.અને સવિશેષ એ છે કે આવનાર ૨૦૩૪ ના વર્ષ સુધી આ પ્રતિમા કોણ લાવસે એ પણ નક્કી કરી દેવા માં આવ્યું છે.ટૂંક માં દર વર્ષે મુર્તિ દાતા બદલાય છે અને આવનાર ૨૦૩૪ સુધી ના મૂર્તિદાતા નક્કી કરેલા છે.છેલ્લા પંદર વર્ષ થી રાહ જોઈ ને બેઠેલા ગામ ના એક નાગરિકે આ વખતે મુર્તિ પ્રસ્થાપિત કરાવી છે.
આજે જયારે સમગ્ર દેશ જાતિ વિગ્રહ અને આંદોલનોની રાજનીતિ માં વહેંચાઈ રહ્યો છે ત્યારે દેરોલ ગામ ની આ અનોખી ગણેશ પૂજા સમગ્ર સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
