આમતો વરસાદનાં કારણે વિકસીત કહેવાતા ગુજરાત રાજ્યનાં નાના-મોટા થઇને 66 હાઇવે બંધ થઇ ગયા છે. અનેક શહેરનાં રોડમાં પણ માલુમ કરવું મુશ્કેલ થઇ રહ્યું છે કે, રોડમાં ખાડા છે કે, ખાડામાં રોડ છે. ત્યારે ભાવનગરથી સોમનાથનો એક સમયે ગુજરાતનો સૌથી રમણીય કહેવાતો એવો કોસ્ટલ હાઇવે જે હાલ નેશનલ હાઇવે છે તે બંધ થઇ ગયો છે.
વાત જાણે એમ છે કે, ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે બંધ કરવામાં આવ્યો છે. કારણ કે રાજુલાનો હિંડોરણા પુલ જર્જરિત હાલતમાં હોવાનાં કારણે નદી પાસે ડ્રાયવર્જન આપવામાં આવ્યું હતું. પરંતુ જ્યાં ડ્રાયવર્જન આપેલું હતું, તે પૂલનો રસ્તો પણ ભારે વરસાદ અને યોગ્ય જાળવણીનાં અભાવે તુટી ગયો હતો. જેના કારણે ડ્રાયવર્જન પણ બંધ કરાતા ટ્રાફિકજામ સર્જાયો હતો. પુલ પર મોટા વાહનોની કતારો લાગી છે. જ્યારે કેટલાક વાહનો જીવનાં જોખમે આ રોડ પરથી પસાર થઈ રહ્યા છે.
લાંબા સમયથી કતારમાં ઉભેલા વાહનોને ના છુટકે આ રોડ પરથી પસાર થવાની ફરજ પડી રહી છે, ત્યારે કોઈ દુર્ઘટના પણ સર્જાઈ શકે છે. જેથી વહેલી તકે રાસ્તાનું કામ શરૂ કરવામાં આવે તેવી માગ ઉઠી છે. આમ ભાવનગર – સોમનાથ નેશનલ હાઇવે બંધ થઇ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાથી લોકોમાં ભારે રોષ જોવામાં આવી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
