Not Set/ ભાજપનાં ‘સેવા સપ્તાહ’ કાર્યક્રમની શરૂઆત, અમિત શાહે દિલ્હી AIIMS માં કરી સાફ- સફાઈ

દિલ્હી, ભારતીય જનતા પાર્ટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ સેવા સપ્તાહ તરીકે ઉજવશે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે શનિવારે એમ્સમાં જઈને સેવા સપ્તાહની શરૂઆત કરી હતી. અમિત શાહ પાર્ટીના કાર્યકારી પ્રમુખ જેપી નડ્ડા સાથે એમ્સ પહોંચ્યા હતા. અમિત શાહે અહીં દર્દીઓની સ્થિતિ જાણી અને તેમને ફળોનું વિતરણ કર્યું. અમિત શાહ અને જેપી નડ્ડાએ એમ્સમાં સ્વચ્છતા અભિયાનમાં ભાગ […]

Top Stories India

દિલ્હી,

ભારતીય જનતા પાર્ટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ સેવા સપ્તાહ તરીકે ઉજવશે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે શનિવારે એમ્સમાં જઈને સેવા સપ્તાહની શરૂઆત કરી હતી.

અમિત શાહ પાર્ટીના કાર્યકારી પ્રમુખ જેપી નડ્ડા સાથે એમ્સ પહોંચ્યા હતા. અમિત શાહે અહીં દર્દીઓની સ્થિતિ જાણી અને તેમને ફળોનું વિતરણ કર્યું. અમિત શાહ અને જેપી નડ્ડાએ એમ્સમાં સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો. તેમની સાથે પૂર્વ દિલ્હીના ભાજપના સાંસદ અને ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર પણ હાજર હતા.

અમિત શાહે આ પ્રસંગે જણાવ્યું હતું કે ભાજપ સેવા સપ્તાહ, આ એક અઠવાડિયામાં કરોડો કાર્યકરો વિવિધ સ્થળોએ સ્વચ્છતા કાર્યક્રમ, વૃક્ષારોપણ, શ્રમદાન અને સેવા સપ્તાહની ઉજવણી કરશે.

ભાજપ 14 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર સુધી સેવા સપ્તાહની ઉજવણી કરશે. મહત્વનું છે કે, 17 સપ્ટેમ્બર એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. ભાજપ દ્વારા સેવા સપ્તાહ દરમિયાન ‘માત્ર સ્વચ્છતા સેવા, સિંગલ યુઝ પ્લાસ્ટિક, જળ સંરક્ષણ અને સંવર્ધનના સંકલ્પને દરેક જણ સુધી પહોચડવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન