જ્યાં સરકાર દ્વારા નવા MV એક્ટ ને માર્ગ અકસ્માત રોકવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ગુજરાતખતે પણ નવા એક્ટને સુધારા વધારા સાથે 16 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવશે. ત્યારે પ્રજાનોએક ચોક્કસ વર્ગ જાણે કે સરકાર અને કાયદો પોતાના ખીસામાં લઈને ફરતાં હોય તેવું લાગી રહ્યું છે. ગત રાત્રિએ બનાસકાંથામાં આવો જ એક માર્ગ અકસ્માત સર્જાયો છે. જેમાં બે નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અને 8 નિર્દોષ હોસ્પિટલ ના બિછાને સારવાર લઈ રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લાના થરા રાધનપુર હાઇવે પર દારૂના નશામાં ચૂર કાર ચાલકે 10 લોકોને અડફેટે લીધા હતા. જેમાં 2 નું ઘટના સ્થળે મોત થયું હતું અને 8 ઇજાગ્રસ્તને સારવાર માટે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, થરા –રાધનપુર હાઇવે પર દારૂના નશામાં એક કાર ચાલક બેફામ ઝડપે કાર હંકારી રહ્યો હતો. અચાનક કાર પરનો કંટ્રોલ ખોઈ બેસતા રોડની સાઇડમાં 10 જેટલા લોકોને અડફેટે લીધા હતા. જેમાં એક બાળક અને મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતું. અને અન્ય 8 લોકો ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને નજીકની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં લોકોના ટોળે ટોળાં ઉમટી પડ્યા હતા.
થરા પોલીસે ઘટના સ્થળે પોહચીને દારૂડિયા કાર ચાલકની ધરપકડ કરી હતી. અને અકસ્માત અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
