છેલ્લા કેટલાક દિવસથી ભાજપના નેતાઓ સોશિયલ મીડિયા માં વધુ એક્ટિવ થયેલ દેખાઈ રહ્યા છે. અને જનતાની લાગણી ને વક્ષચા આપતા નજરે ચઢી રહ્યા છે. આ સિલશીલો ભાજપના વરિષ્ઠ નેતા આઇ કે જાડેજા દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ઘણા બધા નેતાઓ ખાડે ગયેલા તંત્રના વહીવટ અંગે સોશિયલ મીડિયામાં ટ્વીટ કરી ચૂક્યા છે.
શું આ નેતાઓ નું પોતાના જ પક્ષ માં કાઇ ઉપજતું નથી કે તેમણે પણ સોશિયલ મીડિયાનો સહારો લેવો પડે છે. તેવો જનઆક્રોશ જાહેર જનતામાં જોવા મળી રહ્યો છે.
અમદાવાદ હોય કે અમરેલી, વડોદરા હોય કે વીસનગર, સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત, સમગ્ર ગુજરાત માં અત્યારે વરસાદ પછી એક જ સમસ્યા છે. જે રોડ અને રસ્તાની. હાઇવે હોય કે, શહેરના મુખ્ય રસ્તા કે પછી નાના ગલી-કુચા દરેક ની સ્થિતિ એક સમાન છે. જેને લઈને દરેક જિલ્લા અને શહેરમાંથી જાહેર જાણતા દ્વારા ખોબલે ને ખોબલે રોષ ઠલવાઈ રહ્યો છે.
આ જ જાહેર જનતાના રોષ ને જાણે ભાજપના મંત્રી અને નેતાઓએ સોશિયલ મીડિયા પર વાચા આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
ચાર દિવસ અગાઉ ભાજપના વરિષ્ઠ નેતા આઇ કે જાડેજા એ બોપલ વિસ્તારના રોડ આસને રસ્તા ને લઈ ને ટ્વીટ કર્યું હતું. તો, કલાકોમાં જેતે વિસ્તારના રસ્તાઓનું યુધ્ધના ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું.
ત્યારબાદ એલિસબ્રિજ ના ભાજપના ધારાસભ્ય રાકેશ શાહ દ્વારા રકારની કામગીરી સામે પરોક્ષ રીતે બળાપો ઠાલવ્યો હતો. બી.આર.ટી.એસ. રૂટ પર વધી રહેલા અકસ્માતોને લઇ કોરિડોરના રૂટ પર બસની સ્પીડ કંટ્રોલ કરવા માટે સ્પીડ બ્રેકર લગાવવા મુદ્દે બળાપો કાઢ્યો હતો.
તો ભાજપના સૌરાષ્ટ્રના આગેવાન ડો. ભારત કાનાબારે પણ મંદી અને તેમય વળી વાહન ચાલકો માટે અધધધ… દંડ ની રકમ ને લઈને કેન્દ્ર સરકાર પર રીતસર ટીકા કરી હતી.
https://twitter.com/KANABARDr/status/1172752725546688512
તો હવે આજે રવિવારે મૂળે કોંગ્રેસી પરંતુ નવા ભાજપી એવા કુવરજી બાવળીયાએ પણ રાજકોટ ના રોડ અને રસ્તાને લઈને ટ્વીટ કર્યું છે.અને ખાડે ગયેલા તંત્રની પોલ ખોલી છે.
આ ટ્વિટ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ ના નેતાઓ પણ સામસામે આક્ષેપ અને પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. રોડ મુદ્દે બચાવ કરતાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી એ જણાવ્યુ હતું કે રોડ ડામર ના બનેલા છે અને વરસાદી પાઇ અડતા ડામર રસ્તા તૂટી જાય છે.
જ્યારે આ અંગે કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશી એ જણાવ્યુ હતું કે, તમામ રોડ અને રસ્તા હલકી ગુણવત્તાના બન્યા છે. જે કોન્ટ્રાકટર ને બલ્કે લિસ્ટ કરવામાવે છે તેને જ બીજા નામે ફરી ટેન્ડર ભારે છે. પણ મૂળે તો એક જ પાર્ટી ને જુદા જુદા નામે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. આ કડે ગયેલા રોડ એ ભાજપની ધન સંગ્રહ યોજનાઓ ન જ એક ભાગ છે. સરકાર એક વાર રોડ બનાવવા માટે નાણાં આપે છે, અને ખાડા પૂરવા માટે બીજી વાર નાણાં આપે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
