કચ્છ,
રાજ્યમાં અકસ્માતની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક ઘટના કચ્છ ભુજથી સામે આવી છે જેમાં અકસ્માતમાં બેના મોત નિપજ્યાં છે. જણાવી દઈએ કે આ અકસ્માત ભુજ રતનાલ હાઇવે પર કુકમા નજીક સર્જાયો છે.
મળતી માહિતી અનુસાર બાઇક પર સવાર બે લોકો રેલ્વે ફાટક સાથે અથડાતા તેમના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા જે બાદ તેમના મૃતદેહને પીએમ માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં પધ્ધર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને અકસ્માતની તપાસ હાથ ધરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
