Not Set/ 100 કરોડની ક્લબમાં પહોંચી ‘છીછોરે’, જાણો અત્યાર સુધી પુરી કમાણી

મુંબઈ,  નીતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘છીછોરે’ની કમાણીનું વાવાઝોડું થમવાનું નામ જ  લઈ રહ્યું. સુશાંત સિંહ રાજપૂત અને શ્રદ્ધા કપૂરની જોડીથી સજેલી ‘છીછોરે’ની સ્ટોરી કોલેજ લાઈફ પર આધારિત છે. જેને ખાસ કરીને યુવાનો દ્વારા પસંદ કરવામાં આવી રહી છે. ફિલ્મને માઉથ પબ્લિસિટી પણ મળી છે, જેના કારણે તેની કમાણી સતત વધી રહી છે. આ ફિલ્મે […]

Uncategorized

મુંબઈ, 

નીતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘છીછોરે’ની કમાણીનું વાવાઝોડું થમવાનું નામ જ  લઈ રહ્યું. સુશાંત સિંહ રાજપૂત અને શ્રદ્ધા કપૂરની જોડીથી સજેલી ‘છીછોરે’ની સ્ટોરી કોલેજ લાઈફ પર આધારિત છે. જેને ખાસ કરીને યુવાનો દ્વારા પસંદ કરવામાં આવી રહી છે. ફિલ્મને માઉથ પબ્લિસિટી પણ મળી છે, જેના કારણે તેની કમાણી સતત વધી રહી છે.

આ ફિલ્મે અત્યાર સુધીમાં 102.19 કરોડની કમાણી કરી છે. બીજા અઠવાડિયાના પહેલા દિવસે આ ફિલ્મે 5.34 કરોડ, બીજા દિવસે 9.42 કરોડ, ત્રીજા દિવસે 10.47 કરોડ, ચોથા દિવસે 4.02 કરોડ અને પાંચમા દિવસે 4.11 કરોડનું કલેક્શન કર્યું છે.

https://twitter.com/taran_adarsh/status/1174190577811951616

ખાસ વાત એ છે કે આ ફિલ્મ આયુષ્માન ખુરનાની ફિલ્મ ડ્રીમ ગર્લથી પણ કોઈ ફરક પડી નથી રહ્યો. પરંતુ ક્યાંક બંને ફિલ્મોની કમાણી પર ચોક્કસ અસર થઈ છે. કારણ કે બંને ફિલ્મોનું કન્ટેન્ટ ખૂબ સારું છે.

જો ફિલ્મની સ્ટોરી વિશે વાતા કરવામાં આવે તો, ‘છીછોરે’ મિત્રોના ગ્રૂપ અનિરુધ પાઠક, માયા અને તેમના મિત્રો સેકસા, એસિડ,મમ્મી, ડેરેક અને બેવડાની સ્ટોરી છે, જે ફ્લેશબેકથી શરૂ થાય છે. જ્યાં અનિરુધ એટલે કે અની (સુશાંત સિંહ રાજપૂત) તેની હોસ્ટેલની જૂની જીંદગીનો વિચાર કરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.