Not Set/ આ પ્રેમી જોડાએ હવામાં ઉડીને કર્યા લગ્ન, જાણો શું છે તેનું કારણ

તમે તમારા જીવનમાં ઘણા લગ્ન પ્રસંગમાં ગયા હશો. જ્યા રંગોથી ભરેલા ફૂલો હોય, સારો સ્ટેઝ બનાવેલો હોય, મોંઘી સામગ્રીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો હોય. પણ શું તમે ક્યારે કોઇ એવા લગ્ન જોયા છે કે પ્રેમી જોડાએ હવામાં માત્ર રસ્સીનાં સહારે લગ્ન કર્યા હોય. આ સમાચાર વાંચ્યા પછી તમને થોડો વિચિત્ર અનુભવ થયો હશે, પરંતુ આ […]

Top Stories World

તમે તમારા જીવનમાં ઘણા લગ્ન પ્રસંગમાં ગયા હશો. જ્યા રંગોથી ભરેલા ફૂલો હોય, સારો સ્ટેઝ બનાવેલો હોય, મોંઘી સામગ્રીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો હોય. પણ શું તમે ક્યારે કોઇ એવા લગ્ન જોયા છે કે પ્રેમી જોડાએ હવામાં માત્ર રસ્સીનાં સહારે લગ્ન કર્યા હોય.

આ સમાચાર વાંચ્યા પછી તમને થોડો વિચિત્ર અનુભવ થયો હશે, પરંતુ આ સાચી ઘટના છે. આવા જ લગ્ન જર્મનીનાં બ્રેઇસાચમાં જોવા મળ્યા છે. અહીં, એના નામની એક દુલ્હન અને સીવન નામનાં દુલ્હાએ ખુલ્લા આકાશની નીચે લગ્ન કર્યા હતા. આપને જણાવી દઇએ કે, એના એક હાઈ વાયર આર્ટિસ્ટ છે તેથી તેણે નક્કી કર્યું કે તે ફક્ત રસ્સીઓનાં સહારે રહીને લગ્ન કરશે. એનાએ મીડિયા સાથે વાત કરી હતી. તેણે કહ્યું કે દરેક લગ્ન ટાઇપરોપ વોક જ છે. તેમના લગ્નનાં આ ફોટો સીસીટીવી નામનાં પેઝ દ્વારા ફેસબુક પર શેર કરવામાં આવ્યા છે.

Image may contain: 1 person, sky and outdoor

મળતી માહિતી મુજબ, એનાનાં પિતા રસ્સી પર કરતબો દેખાડે છે અને તેને આ વ્યવસાય વારસામાં મળ્યો છે. પરંતુ રસ્સી પર લગ્ન કરનાર તે તેના પરિવારમાં પહેલી વ્યક્તિ બની છે. આ ફોટો હાલમાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, જેને લોકો ખૂબ પસંદ પણ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.