ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લાના એક ગામમાં ઘરમાં મગર ઘૂસવાથી હલચલ મચી ગઈ હતી. મગર ઘરના રસોડામાં ગેસ સિલિન્ડરની પાછળ બેઠો છે. તે જોતાં પરિવારના સભ્યોના હોશ ઉડી ગયા હતા. બૂમો પડતાં આસપાસ લોકો એકઠા થયા હતા. મકાનમાં મગર મળી આવ્યા બાદ મામલો આખા વિસ્તારમાં આગની જેમ ફેલાયો હતો, જેના કારણે આ વિસ્તારમાં રહેતા લોકો ગભરાઈ ગયા હતા.
આ કેસ લખીમપુર ખીરી જિલ્લાના પલિયા પોલીસ સ્ટેશન વિસ્તારના મટેહિયા ગામનો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે રામ નામનો વ્યક્તિ રસોડામાં ગયો હતો, ત્યારે તેણે એલપીજી ગેસ સિલિન્ડરની નજીક એક મગર જોયો હતો. જે બાદ તે ગભરાઈ ગયો અને જોરજોરથી ચીસ પાડવા લાગ્યો. રસોડામાં નીકળેલા મગરને જોવા લોકોના ટોળા ઉમટ્યા હતા.
આ પછી સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરી. ઘટના સ્થળે પહોંચેલી વન વિભાગની ટીમે મગરને પકડવાની કામગીરી શરૂ કરી હતી. જો કે, આ દરમિયાન મગરે વન વિભાગની ટીમ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પાછળથી કોઈ રીતે મગરને કાબૂમાં લેવામાં આવ્યો. ત્યારબાદ તેને દોરડા વડે બાંધી શારદા નદીમાં છોડવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
