કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ કહ્યું કે વડા પ્રધાને બીજા દેશની ચૂંટણીમાં દખલ કરીને ભારતીય વિદેશ નીતિનું ઉલ્લંઘન કર્યું છે. તેમણે કહ્યું કે તમે અમેરિકામાં અમારા વડા પ્રધાન છો, ચૂંટણી પ્રચારક નહીં.
કોંગ્રેસે અમેરિકામાં યોજાયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘હાઉડી મોદી’ કાર્યક્રમને વિદેશ નીતિનું ઉલ્લંઘન ગણાવ્યું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ ટ્વીટ કરીને પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. આનંદ શર્માએ કહ્યું કે, વડા પ્રધાને બીજા દેશની ચૂંટણીમાં દખલ કરીને ભારતીય વિદેશ નીતિનું ઉલ્લંઘન કર્યું છે.
Our relationship with the United States of America have throughout been bipartisan, vis-à-vis Republicans and Democrats. Your actively campaigning for Trump is a breach of both India and America as sovereign nations and democracies.
— Anand Sharma (@AnandSharmaINC) September 22, 2019
આનંદ શર્માએ કહ્યું કે તમે અમેરિકામાં અમારા વડા પ્રધાન છો, ચૂંટણી પ્રચારક નહીં. યુનાઇટેડ સ્ટેટ્સ સાથેના અમારા સંબંધો દ્વિપક્ષી અને લોકશાહી છે. ટ્રમ્પ માટે પીએમ મોદીનો ચૂંટણી પ્રચાર એ ભારત અને અમેરિકા બંને દેશના લોકશાહીનું ઉલ્લંઘન છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘હાઉડી, મોદી’ કાર્યક્રમ દરમિયાન સંબોધન દરમિયાન યુ.એસ. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અને લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપના લોકપ્રિય સૂત્ર ‘અબ કી બાર, મોદી સરકાર’ ની તર્જ પર પ્રોત્સાહન આપ્યું હતું. અને કહ્યું હતું કે, “અબ કી બાર, ટ્રમ્પ સરકાર”.
આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે સ્ટેજ પર તેમની હાજરી બંને દેશો વચ્ચે ભાગીદારી સૂચવે છે. પીએમ મોદીએ કહ્યું કે આજે આપણી પાસે એક ખૂબ જ ખાસ વ્યક્તિ છે, જેના વિષે કહેવાની જરૂર નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
