Not Set/ શેરબજારમાં તેજી નો તીખાર, સેન્સેક્સ, નિફ્ટી 2% અપ સાથે ખૂલ્યા બજારો

કોર્પોરેટ ટેક્સ અને એમએટી દરોમાં ઘટાડા અંગે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની ઘોષણાને પગલે રોકાણકારોના સેન્ટિમેન્ટને જોર મળ્યું હતું. બજારોમાં બંને ઇક્વિટી સૂચકાંકો સોમવારે 2 ટકા વધીને શરૂ થયા છે. પ્રારંભિક કારોબારમાં બીએસઈ સેન્સેક્સ 832.75 પોઇન્ટ એટ્લે કે 2.19 ટકાના વધારા સાથે 38,847.37 પર પહોંચી ગયો જ્યારે એનએસઈ નિફ્ટી 254.20 પોઇન્ટ એટ્લે કે 2.25 ટકાના વધારા સાથે […]

Top Stories India Business

કોર્પોરેટ ટેક્સ અને એમએટી દરોમાં ઘટાડા અંગે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની ઘોષણાને પગલે રોકાણકારોના સેન્ટિમેન્ટને જોર મળ્યું હતું. બજારોમાં બંને ઇક્વિટી સૂચકાંકો સોમવારે 2 ટકા વધીને શરૂ થયા છે.

પ્રારંભિક કારોબારમાં બીએસઈ સેન્સેક્સ 832.75 પોઇન્ટ એટ્લે કે 2.19 ટકાના વધારા સાથે 38,847.37 પર પહોંચી ગયો જ્યારે એનએસઈ નિફ્ટી 254.20 પોઇન્ટ એટ્લે કે 2.25 ટકાના વધારા સાથે  11,528.40 ના ઉછાળા સાથે ખૂલ્યો છે.

સરકારે શુક્રવારે ઘોષણા કરી છે કે સ્થાનિક કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સ દર ઘટાડીને 22% અને નવી ઘરેલું ઉત્પાદન કંપનીઓ માટે 15% કરવામાં આવશે. ઇન્કમટેક્સ એક્ટ 1961 અને ફાઇનાન્સ (નંબર 2) એક્ટ 2019 માં ચોક્કસ સુધારા કરવા સરકારે કરવેરા કાયદા (સુધારો) વટહુકમ 2019 લાવ્યો છે.

અગાઉના સત્રમાં શુક્રવારે બીએસઈ સેન્સેક્સ 1921.15 પોઇન્ટ એટલેકે 5.32 ટકા વધીને 38,014.62 પર જ્યારે એનએસઈ નિફ્ટી 569.40 પોઇન્ટ એટ્લે કે 5.32 ટકા વધીને 11,274.20 પર પહોંચી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.