સોમવારે ચેન્નઇમાં સરહદ સુરક્ષા પર વાત કરતા આર્મી ચીફ જનરલ બિપિન રાવતે કહ્યું કે, કાશ્મીર ખીણમાં આતંકવાદીઓ અને પાકિસ્તાનમાં તેમના કાર્યકરો વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે. પરંતુ લોકો અને લોકો વચ્ચે વાતચીત બંધ થઇ નથી. આતંકવાદીઓને આપણા ક્ષેત્રમાં પ્રવેશવા માટે પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કરતુ રહે છે.
આપણે જાણીએ છીએ કે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કેવી રીતે કરવામાં આવે છે. આપણા જવાનોને જાણ છે કે તેઓ પોતાને કેવી રીતે પોઝિશનમાં રાખે અને કેવી રીતે કાર્યવાહી કરે. અમે જાગ્રત છીએ અને વધુને વધુ ઘૂસણખોરીનાં પ્રયત્નોને નિષ્ફળ કરતા રહીશુ.
Army Chief General Bipin Rawat in Chennai: I feel the interpretation of Islam by some elements who possibly want to create disruption is being fed to large number of people. I think it is important we have preachers who convey the correct meaning of Islam. pic.twitter.com/io4glCouYL
— ANI (@ANI) September 23, 2019
તેમણે કહ્યું હતું કે મને લાગે છે કે કેટલાક તત્વો ઇસ્લામનું અર્થઘટન કરવા માંગે છે અને સંભવતહ વિક્ષેપનું કારણ બને છે. મોટી સંખ્યામાં લોકોને શીખવવામાં આવી રહ્યું છે. મને લાગે છે કે તે મહત્વનું છે કે આપણામાં ઉપદેશકો છે જે ઇસ્લામનો સાચો અર્થ કહે છે. સેના પ્રમુખે કહ્યું કે, બાલાકોટમાં આતંકવાદીઓ ફરી સક્રિય થઈ ગયા છે. 500 જેટલા આતંકવાદીઓ ઘૂસણખોરીની ફિરાકમાં છે. એલઓસી પર પૂરતી સૈન્ય તૈનાત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
