ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે, કેન્દ્રીય મંત્રી અશ્વનીકુમાર ચૌબેએ બિહારનાં પોલીસ અધિકારી પર ગુસ્સે થયા હતા અને તેમને “તેમની વર્દી ઉતારી” દેવાની ધમકી આપી હતી. આ ઘટના ત્યારે કૈદ થઇ કે જ્યારે ભાજપનાં નેતા અને કેન્દ્રીય મંત્રી ચૌબે બિહારનાં જનતા દરબાર યોજી રહ્યા હતા, આ તેમનો સંસદીય મત વિસ્તાર છે.
આપને જણાવી દઇએ કે, જાહેર સભામાં પાર્ટીનાં કાર્યકર્તાએ કેન્દ્રીય મંત્રીને ફરિયાદ કરી હતી કે પોલીસ અધિકારીએ તેમની વિરુદ્ધ કેસ નોંધ્યો છે. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી ચૌબેએ પોલીસ અધિકારીને બોલાવી અને પાર્ટી કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધવા બદલ જાહેરમાં ધમકાવ્યા, જો કે અહી પોલીસ કર્મચારીએ ફક્ત પોતાની ફરજ બજાવી હતી.
#WATCH Union Minister Ashwini Choubey threatens a police personnel for registering a case against a BJP party worker says, "Kisne kaha tha apko inko gunda kehne ko? Kyun gunda ka notice diya aapne?" He was holding a 'Janta Darbar'in Buxar yesterday . #Bihar pic.twitter.com/nw60sk1QwZ
— ANI (@ANI) September 24, 2019
વીડિયોમાં તમે જોઇ શકો છો કે કેવી રીતે કેન્દ્રીય મંત્રી અશ્વિનીકુમાર ચૌબે એક પોલીસ અધિકારીની સામે ઉચા શ્વરે બોલી રહ્યા છે. ચૌબેએ ભાજપનાં કાર્યકર્તા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા બદલ પોલીસ અધિકારીને દરેકની સામે ધમકી આપી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
