ડોનાલ્ડ ટ્રમ્પે PM મોદીના સ્માનમાં એવા શબ્દોનો ઉલ્લેખ કર્યો છે કે, જેને લઈને કોંગ્રેસનાં પેટમાં તેલ રેડયું છે. અને એક નવી જ ચર્ચાએ જન્મ લીધો છે. ટ્રમ્પે નરેન્દ્ર મોદીની જોરદાર પ્રશંસા કરી અને તેમને ‘father of India’ તરીકે વર્ણવ્યાં હતા.
ન્યૂયોર્કમાં મંગળવારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ હતી. આ બેઠક બાદ બંને નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી, પરંતુ આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કંઈક એવું કહ્યું હતું જેણે નવી ચર્ચાને જન્મ આપ્યો હતો. ટ્રમ્પે નરેન્દ્ર મોદીની જોરદાર પ્રશંસા કરી અને તેમને ‘ભારતનો પિતા’ ગણાવ્યા. હવે આ અંગે વિવાદ વધ્યો છે અને કોંગ્રેસ નેતાએ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનોનો વિરોધ કર્યો છે.
કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેના પુત્ર અને કર્ણાટક સરકારના પ્રધાન પ્રિયંક ખડગેએ ટ્વિટર પર ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનનો વિરોધ કર્યો હતો. તેમણે લખ્યું કે પછી અમેરિકનો હવે નિર્ણય કરશે કે રાષ્ટ્ર પિતા કોણ છે? જોવ જઇયે તો આ ફાશીવાદી લોકોએ બુદ્ધિક તર્ક આપીને આપણા લોકોને લૂટયાં જ છે. સોશિયલ મીડિયાના પ્રચારથી એક સાથે આવનારી પેઢી નું ભવિષ્ય જ બગડી ને મૂકી દીધું છે.
So Americans will decide who our Father of the Nation is?
Systematically these fascists have robbed our people of intellectual reasoning or reasoning of any kind. Social media propaganda has spoilt the millennials & the future generations. https://t.co/EUCnLEzLMY— Priyank Kharge / ಪ್ರಿಯಾಂಕ್ ಖರ್ಗೆ (@PriyankKharge) September 24, 2019
ફક્ત પ્રિયંક ખડગે જ નહીં, પરંતુ સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ પણ આ મુદ્દાનો વિરોધ કર્યો હતો. મંગળવારે રાત્રે નિવેદન પછી ‘ભારતનો પિતા’ શબ્દ ટ્રેન્ડ થવા લાગ્યો અને લોકો તેના પર દલીલ કરવા લાગ્યા, તેના પર અનેક પ્રકારના મેમ્સ પણ બનાવવામાં આવ્યા જે વાયરલ થવા લાગ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું?
મંગળવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂયોર્કમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જે દરમિયાન તેમણે નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી.

આ પ્રેસ કોન્ફરન્સમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, જો મને ભૂતકાળનો ભારત યાદ આવે તો લોકો ત્યાં ઘણી વાર લડત ચલાવતા, પરંતુ નરેન્દ્ર મોદીએ બધાને સાથે રાખવાનું કામ કર્યું છે. તેમણે દરેકને એક પિતાની જેમ સાથે લાવવાનું કામ કર્યું છે, કદાચ તે ‘ભારતનો પિતા’ છે, અમે તેને ‘ભારતનો પિતા’ કહીશું. લોકોને એકસાથે લાવવું એ એક મોટું કામ છે અને નરેન્દ્ર મોદીએ આ ક્ષેત્રમાં એક સરસ કામગીરી બજાવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
