Not Set/ મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતી ઉજવણી નિમિત્તે ખાદી અને પોલીવસ્ત્રનાં છૂટક વેચાણ ઉપર 20 ટકા વિશેષ વળતરની જાહેરાત

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મજયંતી ઉજવણી નિમિત્તે આ વર્ષે તા. ર ઓકટોબર ર૦૧૯થી તા. ૩૧ ડિસેમ્બર ર૦૧૯ દરમિયાન ખાદી અને પોલીવસ્ત્રનાં છૂટક વેચાણ ઉપર ર૦ ટકા વિશેષ વળતરની જાહેરાત કરી છે. ‘ખાદી ફોર નેશન-ખાદી ફોર ફેશન’નાં મંત્ર સાથે ખાદીને વ્યાપક સ્વીકૃતિ મળે, લોકો ખાદી વપરાશ અને ખાદી ખરીદી પ્રત્યે આકર્ષાય તેમજ […]

Gujarat Others

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મજયંતી ઉજવણી નિમિત્તે આ વર્ષે તા. ર ઓકટોબર ર૦૧૯થી તા. ૩૧ ડિસેમ્બર ર૦૧૯ દરમિયાન ખાદી અને પોલીવસ્ત્રનાં છૂટક વેચાણ ઉપર ર૦ ટકા વિશેષ વળતરની જાહેરાત કરી છે. ‘ખાદી ફોર નેશન-ખાદી ફોર ફેશન’નાં મંત્ર સાથે ખાદીને વ્યાપક સ્વીકૃતિ મળે, લોકો ખાદી વપરાશ અને ખાદી ખરીદી પ્રત્યે આકર્ષાય તેમજ રાજ્યમાં ખાદી વણાટ સાથે સંકળાયેલા ગ્રામીણ-અંતરિયાળ કારીગરો અને પરિવારોને વધુ રોજગારી મળે તે હેતુસર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખાદી-પોલીવસ્ત્રનાં છૂટક વેચાણ ઉપર ર૦ ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય ગ્રાહકોને વળતર તરીકે આપવાની જાહેરાત કરી છે.

મહાત્મા ગાંધીજીએ ખાદીને એક વસ્ત્ર નહીં, વિચાર તરીકે સમાજ સમક્ષ પ્રસ્તુત કરી ગ્રામીણ પરિવારો-કારીગરોને રોજગારીથી આર્થિક સક્ષમતાનો જે માર્ગ કંડાર્યો છે તેમાં આ વિશેષ વળતર-પ્રોત્સાહન આપવાનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો નિર્ણય સુસંગત બની રહેશે. મુખ્યમંત્રીશ્રીનાં આ નિર્ણય અનુસાર ગુજરાત રાજ્યમાં જ ઉત્પાદિત ખાદી અને પોલીવસ્ત્રનું ગ્રાહકોને સીધું છૂટક વેચાણ કરતી માન્ય સંસ્થાઓ/મંડળીઓએ ગ્રાહકોને ર૦ ટકાનું વિશેષ વળતર બજાર પ્રોત્સાહન સહાય આપવાનું રહેશે. એટલું જ નહીં આવી સંસ્થાઓને આના પરિણામે જે રકમ મેળવે તેમાંથી પ ટકા સહાય ખાદી વણાટ-કાંતણ કરનારા કારીગરોને ઉપલબ્ધ કરાવવામાં આવશે.

નોંધનીય છે કે ગુજરાતમાં ખાદીની કામગીરી સાથે સંકળાયેલી ૧૬પ જેટલી સંસ્થાઓ દ્વારા ખાદી તેમજ પોલીવસ્ત્રનું લગભગ રૂ. ૧૩૬ કરોડ જેટલું છૂટક વેચાણ થવાનો અંદાજ છે. ર૦૧૯-ર૦નાં આ નાણાંકીય વર્ષમાં ૧૯ હજાર જેટલા ખાદી વણાટ-કાંતણ કારીગરોને આ યોજનાનો લાભ મળવાનો છે જેના પગલે ખાદી પ્રવૃત્તિ-ઉત્પાદન સાથે જોડાયેલા લોકોનાં રોજગાર-વિકાસનો વ્યાપ વધશે. ખાદી માત્ર વસ્ત્ર નથી પણ તેના તાંતણાઓમાં સ્વદેશી – સ્વાવલંબન વગેરે બાબતો જોડાયેલા છે.

છેવાડાના માનવીનાં કલ્યાણ માટે ખાદી આવશ્યક છે તેથી દરેક પરિવારે વર્ષમાં ઓછામાં ઓછી ૧ જોડી ખાદીનાં વસ્ત્રો ખરીદવા જોઈએ. ખાદીનાં વણાંટ, વળતર તથા પ્રચાર-પ્રસાર માટે રૂપાણી સરકાર કટિબદ્ધ છે ત્યારે મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મજયંતી ઉજવણી નિમિત્તે ખાદી અને પોલીવસ્ત્રનાં છૂટક વેચાણ ઉપર ર૦ ટકા વિશેષ વળતરની જાહેરાત કરીને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને વિશેષ ભેટ આપી છે.

આ પણ જુઓ મંતવ્ય ન્યૂઝ પર……

ગુરૂ ગ્રંથ સાહેબની પાલખીયાત્રાનું અમદાવાદમાં આગમન……..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન