Not Set/ સરકારનાં અર્થવ્યવસ્થામાં સુધારાકારક પગલાં અર્થતંત્રને વેગ આપશે કે પછી ટાયટાયફિસ …!!

જીડીપી માં ઘટાડો અને બજારમાં છવાયેલી ને મંદીને દૂર કરવા માટે નાણાં મંત્રાલય દ્વારા ઘણી બધી જાહેરાતો કરવામાં આવી છે. અને વિશ્લેષકો દ્વારા તેની સમિક્ષા પણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લે કોર્પોરેટ ટેક્સ માં ઘટાડો અને અન્ય જાહેરાત બાદ શેર બજારમાં પણ ઘણોમોટો ઉછાળો જોવા મળ્યો હતો. તો શું સરકારની આ અર્થવ્યવસ્થામાં સુધારાકારક […]

Top Stories Business

જીડીપી માં ઘટાડો અને બજારમાં છવાયેલી ને મંદીને દૂર કરવા માટે નાણાં મંત્રાલય દ્વારા ઘણી બધી જાહેરાતો કરવામાં આવી છે. અને વિશ્લેષકો દ્વારા તેની સમિક્ષા પણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લે કોર્પોરેટ ટેક્સ માં ઘટાડો અને અન્ય જાહેરાત બાદ શેર બજારમાં પણ ઘણોમોટો ઉછાળો જોવા મળ્યો હતો. તો શું સરકારની આ અર્થવ્યવસ્થામાં સુધારાકારક પગલાં, મંદીની ગર્તામાં ધકેલતા ભારતીય અર્થતંત્રને વેગ આપશે કે પછી ટાયટાયફિસ જ સાબિત થશે…?

સરકારી બેંકોનું વિલીનીકરણ

જો સરકારી બેન્કનું વિલીનીકરણ  આટલું જ ક્રાંતિકારી પગલું છે, તો પછી આવતા કેટલાક વર્ષો સુધી મર્જ કરવામાં આવેલી બેન્કો પર કામનું ભારણ અનેક ગણું વધી જશે. એવું બજારના નિષ્ણાતો કેમ કહી રહ્યા છે..? જો ઇલેક્ટ્રિક વાહનોની આટલી જ આવશ્યકતા હોય, તો પછી નીતિ અને છૂટછાટોની ઘોષણા પછી પણ સરકારને કેમ ઉતાવળ થઈ રહી છે. એવું લગીરહયું છે…? સમયની સાથે આવેલી સમજણ જ નીતિમાં  સુધારો લાવી શકે છે.

અત્યારે જ બેંકોનું વિલીનીકરણ કરવાની જરૂર શ માટે પડી ? જ્યારે આ વિલીનીકરણની ફાઇલ તો ઘણા વર્ષોથી સરકારના ટેબલ પર પડી હતી. બેંકોને થોડી મૂડી આપીને, તબક્કાવાર વિલીનીકરણની શરૂઆતતો  2014 માં થઈ શકી હોત..? અથવા સ્ટેટ બેંક અને બેંક ઓફ બરોડા (દેના બેંક) ના તાજેતરના વિલીનીકરન્નાપરીનામ સુધી રાહ પણ જોઈ શકાઈ હોત.  આ સમયે, મંદી દૂર કરવા માટે સસ્તી બેંક લોન જરૂરી છે, પરંતુ હવે બેંકો લોનનું વિતરણ છોડીને એકાઉન્ટ ભેગા કરવામાં લાગી ગઈ છે. અને વધતા નુકસાનથી ડરી રહી છે.

નુકસાન ઘટાડવા માટે,  કામકાજની શૈલીમાં માં બદલાવ આવશે, અને પરિણામ સ્વરૂપ લોકો નોકરી ગુમાવશે. બેંકો પાસે થાપણો પરના વ્યાજ દરમાં ઘટાડો કરવાનો વિકલ્પ નથી, થાપણો ઘટી રહી છે, તો તેઓ રેપો રેટના આધારે લોન કેવી રીતે આપશે? આ સુધારો પણ બેંકોના વર્તુળોમાં ઍક બહુ મોટો પ્રશ્ન છે.

રેરા પણ મંદીની ચપેટમાં

રીઅલ એસ્ટેટ રેગ્યુલેટરી બિલ (આરઇઆરએ) એ એક મોટો સુધારો હતો. પરંતુ હાઉસિંગ બાંધકામમાં મંદી દરમિયાન જ તેનો અમલીકરણ થયું. પરિણામે, અસંખ્ય પ્રોજેક્ટ બંધ થયાં હતાં. કોણ ડૂબ્યું..? ગ્રાહકોના નાણાં અને બેન્કોની મૂડી. હવે વાધેલા મકાનો મોંઘા ભાવે વેચાશે. રિઝર્વ બેંકે એટલું જ કહ્યું નહોતું કે ભારતમાં મકાનની કિમત સતત વધતી જ રહેશે, કારણ કે બજારમાં ફક્ત થોડા બિલ્ડરો જ ટકી શકશે.

ઉતાવળમાં ઓટો સેક્ટર ડૂબી ગયો?

ઓટોમોબાઈલ મેલ્ટડાઉન ખોટા સમયે યોગ્ય સુધારાઓનું ઉત્તમ ઉદાહરણ છે. માંગમાં ઘટાડો થવા સમયે જ ડીઝલ કાર બંધ અને નવા પ્રદૂષણ નિયમોનો અમલ કરવામાં આવ્યો હતો,  અને આ શોકમાઠી બજાર બહાર આવે તે પહેલા જ સરકાર ને બેટરી વાહનોની માયામાં ગૂંચવાઈ ગઈ.  આ બધા જ નિર્ણયની જરૂરત તો હતી જ, તે બધા એક જ સમયે કરવા જરૂરી હતા? પરિણામો તમારી સામે છે. ઘણી કંપનીઓ બંધ થવાની દિશામાં આગળ વધી રહી છે.

શેરબજાર પર વેરાનો બોજો

વધુ એક નવો નિર્ણય. જ્યારે શેરબજાર અર્થતંત્રના પાયાથી મંદીથી પરેશાન હતું, ત્યારે તેના પર ટેક્સ લાદવામાં આવ્યા હતા. માર્કેટમાં ટેક્સ પહેલાં પણ ઓછો નહોતો,  પરંતુ સારી વૃદ્ધિની વચ્ચે  વધેલાં ટેક્સ નજરઅંદાજ થઈ ગયાં હતા. પરંતુ જ્યાં સુધી સરકાર પોતાની ભૂલ સુધરતી ત્યાં સુધી તો વિદેશી રોકાણકારોએ બજારમાંથી પૈસા પાછા ખેંચી લીધા હતા અને રૂપિયાને મારાંટોળે લાવીને મૂકી દીધો હતો.

તૈયારી વિના પ્લાસ્ટિક પર પ્રતિબંધ

સિંગલ યુઝ પ્લાસ્ટિક બંધ હોવું જોઇએ પરંતુ તેના વિકલ્પ અંગે વિચારણા કરવામાં આવવી જોઇયે. આ મંદીમાં, ફક્ત પ્લાસ્ટિક એ એક સક્રિય લઘુ ઉદ્યોગ છે. અને સરકારનો આ નિર્ણય પણ આ ધંધા સાથે સંકળાયેલા લોકો પર ભારે પડશે.

સમય સમયની વાત છે.

વેટ અથવા વેલ્યુ એડેડ ટેક્સ આજના જીએસટીનો પૂર્વજ હતો. જ્યારે તેનો અમલ થયો (2005), દેશની અર્થવ્યવસ્થામાં તેજી હતી. અને કરેક્શન સફળ રહ્યું. વપરાશ વધ્યો અને રાજ્યના ખજાના ભરાયા. પરંતુ જ્યારે જીએસટી અસ્તિત્વમાં આવ્યો ત્યારે ડિમોનેટાઇઝેશનનો માર ને કારણે અર્થતંત્ર બહુ જ ખરાબ હાલતમાં આવી ગયું હતું.  જીએસટી પોતે પણ ડૂબી અને સાથે વ્યવસાયો અને બજેટ ને પણ લઈ ને ડૂબી. . તેથી જ મંદીમાં ટેકસમાં કરવામાં આવેલા સુધારા હમેશા ઉંધા જ પડે છે.

સુધારણા માટે યોગ્ય સમયની રાહ જોવી

સુધારણાની સમયસૂચકતાનો સૌથી રસપ્રદ પાઠ રૂપિયાના અવમૂલ્યનના ઇતિહાસમાં નોંધાયેલ છે. આઝાદી પછી રૂપિયાનું બે વાર અવમૂલ્યન  થયું છે. પહેલી વાર તા. 6/6/1966  ના રોજ, જ્યારે ઇન્દિરા ગાંધીએ રૂપિયાના  57 ટકા અવમૂલ્યન  કર્યું હતું. આ નિર્ણય 1965 ના યુદ્ધ પછી લેવાયેલો આ નિર્ણય ઊંધો પડ્યો અને અર્થવ્યવસ્થા તૂટી ગઈ હતી અને નિષ્ફળ ઇન્દિરા ગાંધી સરકાર લાઇસન્સ પરમિટ રાજ ની શરણમાં પહોચી ગઈ હતી. રૂપિયાનું બીજું અવમૂલ્યન 991 માં થયું, અને તે પણ 72 કલાકમાં બે વાર. તે પછી ભારતીય અર્થવ્યવસ્થાએ પાછળ ફરીને નથી જોયું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.