Not Set/ શ્રીલંકન ટીમમાં મલિંગાની બોલિંગ સ્ટાઈલને કોપી કરતો આ ખેલાડી બેટ્સમેનોને કરી રહ્યો છે પસ્ત

લસિથ મલિંગા ક્રિકેટનાં ઇતિહાસમાં સૌથી મહાન ઝડપી બોલરોમાં એક ગણવામાં આવે છે. ઘાતક યોર્કર્સ અને ઘાતક ધીમી બોલિંગની તેની ક્ષમતાએ તેને ટી-20 ક્રિકેટમાં દિગ્ગજ બનાવી દીધો. પરંતુ લાગે છે કે ક્રિકેટમાં તેનો સમય પૂરો થઈ રહ્યો છે. તે પહેલા જ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ચૂક્યો છે, જ્યારે 50 ઓવરનાં ફોર્મેટમાં તેની ભૂમિકા નહિવત હોવાનું જણાય […]

Top Stories Sports

લસિથ મલિંગા ક્રિકેટનાં ઇતિહાસમાં સૌથી મહાન ઝડપી બોલરોમાં એક ગણવામાં આવે છે. ઘાતક યોર્કર્સ અને ઘાતક ધીમી બોલિંગની તેની ક્ષમતાએ તેને ટી-20 ક્રિકેટમાં દિગ્ગજ બનાવી દીધો. પરંતુ લાગે છે કે ક્રિકેટમાં તેનો સમય પૂરો થઈ રહ્યો છે. તે પહેલા જ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ચૂક્યો છે, જ્યારે 50 ઓવરનાં ફોર્મેટમાં તેની ભૂમિકા નહિવત હોવાનું જણાય છે.

જો કે શ્રીલંકન ક્રિકેટે મથેસા પથિરાનાનાં રૂપમાં બીજો મલિંગા તૈયાર કરવાનું કામ શરૂ કરી દીધું છે. ટ્રિનિટી કોલેજ વતી રમતા 17 વર્ષીય પથિરાના આજકાલ સોશિયલ મીડિયા પર તેની બોલિંગ એક્શનથી ઉભરી આવ્યો છે. તે બરોબર મલિંગાની જેમ યોર્કર થ્રો ફેંકી બેટ્સમેનોને પસ્ત કરતો જોવા મળી રહ્યો છે. પથિરાના પણ મલિંગાની એક્શનની જેમ બોલ ફેંકે છે. પેસર પર સમાન સ્લિંગ એક્શન છે અને તે તેના યોર્કર્સની સાથે વધુ ઘાતક પણ છે.

ટ્રિનિટી કોલેજ માટેનો તેનો ઘાતક બોલિંગનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઇ શકાય છે કે પથિરાના વિરોધી બેટ્સમેનોને રનવ બનાવવામાં મોટો અવરોધ સાબિત થઇ રહ્યો છે. તેણે તેની ટીમ માટે 7 રન આપી 6 વિકેટ ઝડપી હતી જેનાં કારણે તે લાઇમ લાઇટમાં લાવ્યો હતો.

વીડિયોમાં, તમે જોઈ શકો છો કે બેટ્સમેન કેવી રીતે પથિરાનાનાં બોલને સમજવામાં નિષ્ફળ રહે છે. જેમ મલિંગાની બોલિંગ એક્શનને સમજવુ મુશ્કેલ છે તેમ પથિરાના પણ બેટ્સમેનોને મુશ્કેલીમાં નાખી રહ્યો છે. પથિરાનાની પહેલેથી જ અન્ડર-19 ટૂર્નામેન્ટ માટે એક પ્રોવિંશિયલ ટૂર્નામેન્ટ માટે પસંદગી કરવામાં આવી છે અને લસિથ મલિંગા સાથેની સમાનતાને કારણે શ્રીલંકા ક્રિકેટ બોર્ડ પણ તેની ઉપર નજર રાખી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.