Not Set/ BJP સાંસદ સાધ્વી પ્રજ્ઞાએ કોર્ટનાં આદેશનું પાલન કરવાની ના પાડી, કહ્યું નવરાત્રીમાં સ્પીકર-ડીજે બધુ જ વાગશે

ભોપાલના ભાજપના સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુર, જે હંમેશા તેના વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે, તેમણે શુક્રવારે વધુ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે રાત્રે મોડે સુધી નવરાત્રી પર લાઉડ સ્પીકરો અને ડીજે રમવા અંગે કહ્યું અને પૂછ્યું કે શું બધા  જ નિયમો અને કાયદા ફક્ત હિન્દુઓ માટે જ છે..?  અમે તેને માન્ય નહીં રાખીએ. આ […]

Top Stories India

ભોપાલના ભાજપના સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુર, જે હંમેશા તેના વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે, તેમણે શુક્રવારે વધુ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે રાત્રે મોડે સુધી નવરાત્રી પર લાઉડ સ્પીકરો અને ડીજે રમવા અંગે કહ્યું અને પૂછ્યું કે શું બધા  જ નિયમો અને કાયદા ફક્ત હિન્દુઓ માટે જ છે..?  અમે તેને માન્ય નહીં રાખીએ.

આ નવરાત્રી પર આપણે લાઉડ સ્પીકર-ડીજે બધુ જ વગાડીશું. કોઈ માર્ગદર્શિકા નથી. જ્યારે તેમને લાઉડસ્પીકર કેસમાં કોર્ટના નિર્ણયની યાદ અપાવવામાં આવી તો તેમણે કહ્યું કે તેઓ કોર્ટના આ નિર્ણયને સ્વીકારતા નથી. ઉલ્લેખનીય છે કે, સાધ્વી પ્રજ્ઞા ભોપાલમાં પત્રકારો સાથે વાત કરી રહી હતી. આ દરમિયાન સાધ્વી પ્રજ્ઞાને પૂછેલા સવાલના જવાબમાં આ જવાબ આપ્યો.

ઉલ્લેખનીય છે કે, સાધ્વી પ્રજ્ઞા અગાઉ પણ ઘણી વાર વિવાદાસ્પદ નિવેદન આપી ચૂક્યા છે. આ અગાઉ સાધ્વી પ્ર્જ્ઞએ કહ્યું હતું કે, તેમને બાબરી મસ્જિદ તોડવાનો ગર્વ છે. પ્રજ્ઞા એ એક ટીવી ચેનલને જણાવ્યું હતું કે બાબરી મસ્જિદનું માળખું તોડવાનો તેને કોઈ અફસોસ નથી, તેનો તેને ગર્વ છે. અમારા ભગવાન રામજીના મંદિર પર કાયરોનો કબ્જો કરીને બેઠા હતા, અમે તેમને હટાવી લીધા. “માલેગાંવ બ્લાસ્ટમાં આરોપી પ્રજ્ઞા ઠાકુરે વધુમાં કહ્યું કે અમને ગર્વ છે, આપણો સ્વાભિમાન જાગૃત થયો છે, અમે ભગવાન રામજીનું ભવ્ય મંદિર પણ બનાવીશું. અગાઉ પ્રજ્ઞાએ મુંબઈ એટીએસના વડા એવા હેમંત કરકરે અંગે પણ વિવાદિત નિવેદન આપ્યું હતું. અને નિવેદન પાછું લેતી વખતે માફી પણ માંગી.

આ પણ વાંચો : ‘મારણ શક્તિ’ ના નિવેદન અંગે પ્રજ્ઞા ઠાકુરને નોટિસ આપ્યાનો, – ભાજપનો નનૈયો

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.