લાંબી બિમારી બાદ ડૉ.એચ.એલ.ત્રિવેદીએ 87 વર્ષની વયે નિધન થઇ ગયુ છે. આજે તેમના નશ્વરદેહને કિડની હોસ્પિટલમાં અંતિમ દર્શનાર્થે રાખવામાં આવેલ હતુ. તેમની અંતિમ વિધિ બપોરે 12 વાગ્યા બાદ દૂધેશ્વર સ્મશાનગૃહ ખાતે થશે.
5000 હજારથી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરનાર પદ્મશ્રી વિભૂષિત ડો. એચ એલ ત્રિવેદીનું લાંબી બીમારી બાદ ગઇ કાલે અવસાન થયું હતુ. આપને જણાવી દઇએ કે, ગઇ કાલે બુધવારનાં રોજ તેમણે કિડની ઇન્સ્ટિટ્યૂટમાં અંતિમ શ્વાસ લીધો હતો. આપને જણાવી દઇએ કે, તેઓ છેલ્લા અઢી વર્ષથી પાર્કિન્સનથી ગ્રસ્ત હતા તેમજ દોઢ મહિના પહેલાં શ્વાસોશ્વાસમાં તકલીફ થતાં વેન્ટિલેટર પર રખાયા હતા. ડૉ. એચ. એલ. ત્રિવેદી નેફ્રોલોજિસ્ટ હતા, 40 વર્ષનાં સમયગાળા દરમિયાન તેમના માર્ગદર્શન હેઠળ 5 હજારથી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ થયાં હતાં. તેમના નિધન પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરી તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આપને જણાવી દઇએ કે, આજે કિડની હોસ્પિટલમાં OPD બંધ રહેશે.
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
“Mantavya News” એપ્લિકેશન. Click
https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
