Not Set/ 10 ઓકટોબરથી ચોમાસું દેશમાંથી લેશે વિદાય, આ વર્ષે 40 દિવસ મોડું લઇ રહ્યું છે વિદાય

દેશભરમાં આ વર્ષે મેઘો મન મુકીને વરસ્યો છે. અને દેશનાં અનેક વિસ્તારમાં તો અનહદ કરી નાખી એટલો વરસ્યો છે. દેશ આખામાં ચોમાસાંમાં લગભગ લગભગ  100 ટકા વરસાદ વરસ્યો હોવાનું નોંધવામાં આવ્યું છે. જો કે, આ વર્ષે વરસાદે વિનાસ પણ એટલો જ વહેર્યો છે. ગુજરાત હોય કે, આસામ, યુપી, એમપી, બિહાર, બંગાળ કે પછી હોય રાજસ્થાન, […]

Top Stories India

દેશભરમાં આ વર્ષે મેઘો મન મુકીને વરસ્યો છે. અને દેશનાં અનેક વિસ્તારમાં તો અનહદ કરી નાખી એટલો વરસ્યો છે. દેશ આખામાં ચોમાસાંમાં લગભગ લગભગ  100 ટકા વરસાદ વરસ્યો હોવાનું નોંધવામાં આવ્યું છે. જો કે, આ વર્ષે વરસાદે વિનાસ પણ એટલો જ વહેર્યો છે.

ગુજરાત હોય કે, આસામ, યુપી, એમપી, બિહાર, બંગાળ કે પછી હોય રાજસ્થાન, પંજાબ કે કર્ણાટર કે કેરલ તમામ રાજ્યો માં પૂરનો વિનાસ વિખેરાયો છે અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યો માં તો હાલ પણ જોવામાં આવી રહ્યો છે. વરસાદી સીઝનમાં અનેક વાર અનેક રાજ્યો પર વાવાઝોડાનું સંકટ પણ જોવામાં આવ્યું હતું આમ આ વર્ષે ચોમાસું આંશીક રીતે તોફાની રહ્યું છે. ત્યારે હવે ચોમાસાની વિદાયનો ઓફિશ્યલ સમય આવી ગયો છે.

ભારતીય મોસમ વિભાગ દ્વારા ચોમાસાની વિદાયને લઈને પૂર્વનુમાન જાહેર કરવામાં આવ્યુ છે. હવામાન વિભાગ અનુસાર ચાલુ વર્ષે 10 ઓકટોબરથી ચોમાસુ વિદાય લેશે. આપને જણાવી દઇએ કે, આમ તો  દેશમાંથી 1 સપ્ટેમ્બરથી ચોમાસની વિદાય લેવાની શરૂઆત થઈ ગઇ હતી.

ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે દેશમાંથી 40 દિવસ મોડું ચોમાસુ વિદાય લેશે. એ પણ જાણાવી દઇએ કે,  ગુજરાતમાં ચોમાસાનો અત્યાર સુધીનો 141 ટકા વરસાદ નોંધાયો છે. જો 100 ટકા પૂર્ણ ગણવામાં આવે તો ગુજરાતમાં 41 ટકા વધુ વરસાદ નોંધાયો છે. જે પણ એક પ્રકારે રેકોર્ડ આંકડો છે.

  • રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો