Not Set/ નજરબંદ થયા બાદ પહેલીવાર ફારુક અબ્દુલ્લાને મળ્યા નેશનલ કોન્ફરન્સનાં 15 નેતા, ચહેરા પર જોવા મળ્યુ સ્મિત

લાંબા સમય બાદ નેશનલ કોન્ફરન્સનાં અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાનાં ચહેરા પર એક સ્મિત જોવા મળી હતી. આપને જણાવી દઇએ કે, રવિવારે તેઓ નજરકેદ બાદ પહેલીવાર, પક્ષનાં 15 નેતાઓને મળ્યા હતા. તેઓ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદથી નજરકેદમાં હતા. J&K: Farooq Abdullah and wife Molly at their residence in Srinagar. A National Conference (NC) delegation has reached […]

Top Stories India

લાંબા સમય બાદ નેશનલ કોન્ફરન્સનાં અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાનાં ચહેરા પર એક સ્મિત જોવા મળી હતી. આપને જણાવી દઇએ કે, રવિવારે તેઓ નજરકેદ બાદ પહેલીવાર, પક્ષનાં 15 નેતાઓને મળ્યા હતા. તેઓ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદથી નજરકેદમાં હતા.

આજે પાર્ટીનું 15 સભ્યોનું પ્રતિનિધિમંડળ પાર્ટી અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાને મળવા શ્રીનગર પહોંચ્યું છે. આ મીટિંગ દરમિયાન કેટલાક ફોટા સામે આવ્યા છે. જમ્મુ-કાશ્મીર તંત્રએ શનિવારે આ બેઠકની મંજૂરી આપી હતી. જમ્મુનાં પ્રાંત અધ્યક્ષ દેવેન્દ્રસિંહ રાણાનાં નેતૃત્વમાં તેમને મળવા 15 સભ્યોનું પ્રતિનિધિમંડળ પહોંચ્યું હતું.

પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા અને તેમના પુત્ર ઓમર અબ્દુલ્લાને પ્રાંતમાંથી કલમ 370 હટાવ્યા બાદ નજરકેદ રાખવામાં આવ્યા છે. નોંધનીય છે કે 81 વર્ષીય ફારૂક અબ્દુલ્લા શ્રીનગર સ્થિત તેમના નિવાસસ્થાન પર નજરકેદ હેઠળ છે, જ્યારે ઓમર અબ્દુલ્લા રાજ્યનાં મહેમાનગૃહમાં છે જ્યાં તેમને કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે.

આપને જણાવી દઇએ કે, ફારૂક અબ્દુલ્લાને ગુપકર રોડ પરનાં તેમના ઘરે નજરકેદ રાખવામાં આવ્યા છે. આ સમય દરમિયાન તેમને લોકોને મળવાની મંજૂરી નથી. હા, પરંતુ પરિવારનાં સભ્યો અન્ય લોકોને મળી શકે છે. વળી, ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીને પણ લોકોને મળવાની મંજૂરી નથી. ઓમર અબ્દુલ્લાને હરિ નિવાસમાં રાખવામાં આવ્યા છે, જ્યારે મહેબૂબા મુફ્તીને ચસ્મા શાહી ગેસ્ટ હાઉસમાં નજરકેદ રાખવામાં આવેલ છે.

  • રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો