મુંબઈ,
ફિલ્મ ભાંગડા પા લે નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે જી દર્શકોને ખુબ ગમી રહ્યું છે, ફિલ્મનું ટાઇટલ ટ્રેક બુધવારના રિલીઝ થશે જેના માટે સૌ વાટ જોઈ રહ્યા છે, નિર્માતાઓએ સોન્ગનું ટીઝર રજૂ કરી દીધું છે જેને જોઈને સવ ડાંસ કરવા પર મજબૂર થઈ જશે.
‘ભાંગડા પા લે’ ના ટ્રેલર એ દેસી સ્ટાઇલ ‘ભાંગડા’ની સાથે ડાન્સને અલગ સ્તર પર પહોંચાડી દીધું છે, અને હવે ફિલ્મ એ તેના ટાઇટલ ટ્રેક ના ટિઝર સાથે દર્શકો માં ઉત્સાહ વધારી દીધો છે.
https://twitter.com/RSVPMovies/status/1181096071931383809
હવે આરએસવીપી પોતાની આગામી ફિલ્મ ‘ભાંગડા પા લે’ સાથે એક તાજા અને અનોખા કન્ટેન્ટ સાથે દર્શકોને આકર્ષિત કરશે. એટલું જ નહી આ એક ફ્રેંચાઇઝી ફિલ્મ હશે અને ફિલ્મ વિશે જે વાત સૌથી અલગ છે તે એ છે કે ફિલ્મમાં વેસ્ટર્ન ડાન્સ ફોર્મને ન અપનાવતાં, મેકર્સ એક ભાંગડા ફોર્મને રજૂ કરશે.
આરએસવીપી દ્વારા નિર્મિત “ભાંગડા પા લે” સ્નેહ તોરણી દ્વારા દિગ્દર્શિત છે, જેમાં સની અને રુખસાર મુખ્ય ભૂમિકામા નજર આવશે. ફિલ્મ 1 નવેમ્બર ના રિલીઝ થશે
- રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

- “Mantavya News” એપ્લિકેશન. Click 👇 👇
- https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
