ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટનાં બીજા દિવસની રમત આજે શરૂ ગઇ છે. મેચનો પ્રથમ દિવસ ફરી એકવાર ભારતનાં નામે રહ્યો હતો, જ્યાં મયંક અગ્રવાલની સદીએ ટીમને મજબૂત પાયો આપ્યો હતો. પ્રથમ દિવસની રમતનાં અંતે, ભારતે 3 વિકેટ ગુમાવીને 273 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી (83) અને અજિંક્ય રહાણે (30) ક્રીઝ પર છે.
2nd Test. 96.1: K Rabada to V Kohli (83), 4 runs, 302/3 https://t.co/IMXND6IOWv #IndvSA @Paytm
— BCCI (@BCCI) October 11, 2019
આ મેચમાં ટોસ જીતીને વિરાટ કોહલીએ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે બીજી ટેસ્ટમાં હનુમા વિહારીની જગ્યાએ ફાસ્ટ બોલર ઉમેશ યાદવને તક આપી છે. કેપ્ટન કોહલીએ જણાવ્યું છે કે, ઇશાંત અને શમીનો ભાર ઓછો કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પહેલી ટેસ્ટ મેચમાં કમાલ કરનારી ભારતીય ઓપનિંગ જોડી આ વખતે આ સિદ્ધિ પુનરાવર્તિત કરી શકી ન હોતી અને ભારતને પહેલો ફટકો રોહિત શર્મા (14) તરીકે જલ્દીથી મળ્યો હતો. ત્યારબાદ મયંક અને પૂજારાએ શાનદાર સદીની ભાગીદારી સાથે ટીમને મજબૂત સ્થિતિમાં લાવી હતી. પૂજારા 58 રને આઉટ થયો, ત્યારબાદ મયંકે તેની સતત બીજી ટેસ્ટ સદી પૂરી કરી હતી. જો કે સદી ફટકાર્યા બાદ મયંક 108 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. કોહલી અને રહાણે ક્રીઝ પર છે. કોહલીએ તેની ટેસ્ટ કારકિર્દીની 32 મી અડધી સદી પૂર્ણ કરી.
ભારત
વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (ઉપ-કપ્તાન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), ઇશાંત શર્મા, મોહમ્મદ શમી અને ઉમેશ યાદવ.
દક્ષિણ આફ્રિકા
એડિન માર્કરામ, ડીન એલ્ગર, થેયુનિસ ડે બ્રયૂન, ટેમ્બા બાવુમા (ઉપ-કપ્તાન), ફાફ ડુ પ્લેસીસ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), વાર્નોન ફિલેન્ડર, સેનુરાન મુથુસામી, કેશવ મહારાજ, એનરિક નોર્ટેજે અને કાગિસો રબાડા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
