Not Set/ કાર્તિક આર્યને શેર કર્યું ‘પતિ પત્ની ઓર વો’નું ફર્સ્ટ પોસ્ટર, આ દિવસે રીલીઝ થશે ફિલ્મ

બોલિવૂડમાં ‘સોનુ’ ના નામથી જાણીતા અભિનેતા કાર્તિક આર્યન હવે તોફાની પતિ તરીકે જોવા મળશે. તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પતિ પત્ની ઓર વો’નું ફર્સ્ટ પોસ્ટર ખુદ કાર્તિક આર્યન રિલીઝ કર્યું છે. આ પહેલા પોસ્ટરની સાથે જ કાર્તિક આર્યને તેના ચાહકો માટે ફિલ્મની રિલીઝ ડેટની પણ જાહેરાત કરી છે. આ ફિલ્મ આ વર્ષે 6 ડિસેમ્બરે રિલીઝ થવા […]

Entertainment

બોલિવૂડમાં ‘સોનુ’ ના નામથી જાણીતા અભિનેતા કાર્તિક આર્યન હવે તોફાની પતિ તરીકે જોવા મળશે. તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પતિ પત્ની ઓર વો’નું ફર્સ્ટ પોસ્ટર ખુદ કાર્તિક આર્યન રિલીઝ કર્યું છે.

આ પહેલા પોસ્ટરની સાથે જ કાર્તિક આર્યને તેના ચાહકો માટે ફિલ્મની રિલીઝ ડેટની પણ જાહેરાત કરી છે. આ ફિલ્મ આ વર્ષે 6 ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. કાર્તિકએ થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર આ તારીખ શેર કરીને એક સનસનાટી મચાવી છે.

આ પોસ્ટરમાં કાર્તિક આર્યન ફોર્મલ કપડામાં ટુ-વ્હીલર ચલાવતા નજરે પડે છે. પરંતુ તેના પાત્રનો તોફાની  ચહેરા  સ્પષ્ટ દેખાય છે. આ પોસ્ટરના કેપ્શનમાં કાર્તિકે લખ્યું છે, “હાય … ક્યા સ્માઇલ હૈ Miliye #ChintuTyagi se Kanpur ke sabse આદર્શવાદી Pati #PatiPatniAurWoh”

આ ફિલ્મમાં કાર્તિકની સાથે અનન્યા પાંડે અને ભૂમિ પેડનેકર પણ મુખ્ય ભૂમિકામાં છે. પરંતુ હજી સુધી બંનેનું પ્રથમ લૂક સામે આવ્યો નથી.

Image result for pati patni aur woh 2019 cast

આપને જણાવી દઈએ કે આ ફિલ્મ 1978માં આવેલ બી.આર ચોપડાની ‘પતિ ઓટની ઓર વો’નું રૂપાંતર છે. પ્રોડકશન હાઉસ ટી-સીરિઝ અને બી.આર સ્ટૂડિયોઝએ તાજેતરમાં જ કર્યું કે તેઓ ઘણી ફિલ્મો પર ડીલ કરવા માટે સાથે આવી રહ્યા છે. 70 ના દાયકાની આ સુપરહિટ કોમેડી ફિલ્મમાં સંજીવ કુમાર મુખ્ય ભૂમિકામાં હતા, જ્યારે તેમની પત્ની તરીકે વિદ્યા સિન્હા અને સેક્રેટરી તરીકે રંજીતા કૌર હતી.

Image result for pati patni aur woh 2019 cast

આ ફિલ્મ એક હાસ્યજનક રીતે લગ્નેતર સંબંધો પ્રસ્તુત કરવાનો પ્રયાસ હતો. ફિલ્મમાં સંજીવ કુમાર અને તેની પત્ની શારદા (વિદ્યા સિન્હા) એક પરિણીત યુગલ તરીકે જોવા મળ્યાં હતાં. જો કે, નોકરીમાં પ્રમોશન અને તરક્કીના સાથે જેમને નોકરીમાં સહાય મળી હતી સેક્રેટરી નિર્મલા (રંજીતા કૌર) સાથે ઈશ્ક કરતાં જોવા મળ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.