દેશમાં મહિનાનાં અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે, જેને ધ્યાને લેતા ભાજપ પૂરજોર તૈયારીઓ કરી રહી છે. આજે વડા પ્રધાન મોદીએ હરિયાણાનાં ચરખી દાદરીમાં એક ચૂંટણી જનસભાને સંબોધિત કરતા કહ્યુ કે, સફળ રહ્યુ “બેટી બચાઓ, બેટી પઢાઓ” અભિયાન.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે આગામી હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ચરખી દાદરીમાં ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. બે દિવસમાં પીએમ મોદીની આ બીજી ચૂંટણી રેલી છે. પીએમ મોદીએ તેમની રેલીમાં કહ્યું હતું કે, આ વખતે દિવાળી પુત્રીઓનાં યોગદાનને સમર્પિત થવી જોઈએ. સાથે બેટી બચાઓ, બેટી પઢાઓ યોજનાની સફળતા માટે તેમણે હરિયાણાને શ્રેય આપ્યો હતો. પીએમ મોદીએ હરિયાણાની ચરખી દાદરીમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું, ‘આ વખતે બે પ્રકારની દિવાળી હશે. એક દીવાની દિવાળી અને બીજી કમળ દિવાળી. આપણે આ દિવાળીને અમારી દીકરીઓને સમર્પિત કરવી જોઈએ અને તેમની સિદ્ધિઓની ઉજવણી કરવી જોઈએ.’
#WATCH Haryana: PM Narendra Modi says, "Had the villages of Haryana not stepped forward then 'Beti Bachao, Beti Padhao' would not have been so widespread, effective & fruitful. Every person in Haryana says 'Mhari chhoriyaan chhoron se kam hain ke?' #HaryanaAssemblyPolls pic.twitter.com/BJGLKvOPS8
— ANI (@ANI) October 15, 2019
PM Narendra Modi, in Haryana's Charkhi Dadri: I don't come to Haryana for election rallies, I don't campaign for BJP in Haryana, I don't ask for votes in Haryana. Haryana itself calls me. I can't stop myself from coming here. You have given me so much love. #HaryanaAssemblyPolls pic.twitter.com/fpbqcFM8ua
— ANI (@ANI) October 15, 2019
ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની તાજેતરની અનૌપચારિક શિખર સમ્મેલન દરમિયાન, તેમણે મને કહ્યું કે તેમણે દંગલ ફિલ્મ જોઈ હતી, જે ભારતની દીકરીઓનાં શાનદાર પ્રદર્શનને બતાવી રહ્યુ છે. આ સાંભળીને મને હરિયાણા પર ખૂબ ગર્વ થયો છે. જો હરિયાણાનાં ગામો આગળ નહીં આવે તો બેટી બચાઓ, બેટી પઢાઓ, તે એટલું વ્યાપક, અસરકારક અને સફળ ન બનતુ. હરિયાણામાં, દરેક કહે છે, મારી છોરીયા છોરો સે કમ હૈ કે? હું હરીયાણામાં ચૂંટણી સભાઓ કરવા નથી આવતો, હું હરિયાણામાં ભાજપ માટે પ્રચાર કરતો નથી, હરિયાણામાં મતો માંગતો નથી, હરિયાણા પોતે મને બોલાવે છે. હું મારી જાતને અહીં આવવાનું રોકી શકતો નથી. તમે મને ખૂબ પ્રેમ આપ્યો છે.’
#WATCH "Hindustan aur Haryana ke kisaano ke haq ka paani 70 saal tak Pakistan jata raha…yeh Modi paani ko rokega aur aapke ghar tak laayega. Iss paani par haq Hindustan ka hai, Haryana ke kisaan ka hai," PM Modi at an election rally in #Haryana's Charkhi Dadri pic.twitter.com/4ibs8FUTuK
— ANI (@ANI) October 15, 2019
હિંદુસ્તાન અને હરિયાણાનાં ખેડૂતોનાં હક્કો માટેનું પાણી 70 વર્ષો સુધી પાકિસ્તાનમાં જતુ રહ્યુ. આ મોદી પાણી બંધ કરીને તમારા ઘરે લાવશે. આ પાણી પર અધિકાર હિન્દુસ્તાનનાં, હરિયાણાનાં ખેડૂતનો છે. એક સમયે હરિયાણામાં ભાજપ પાસે બે કે ત્રણ બેઠકો હતી, પરંતુ હવે તે લોકોનાં આશીર્વાદથી રાજ્યમાં સતત બીજી વખત સરકાર બનાવવાની સ્થિતિમાં આવી ગઈ છે. આજે હરિયાણાની જનતા શુદ્ધતા, સખત મહેનત અને પ્રામાણિકતા પર પોતાનો સ્ટેમ્પ લગાવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
