Not Set/ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ પદે પરિમલ નથવાણીની વરણી

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (જીએસએફએ)નાં નવા પ્રમુખ પદે રાજ્યસભાનાં સાંસદ પરિમલ નથવાણીની વરણી કરવામાં આવી છે. પરિમલ નથવાણી ની ફૂટબોલ એસોશિએશનના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવતાં જ રાજ્યમાં વિશ્વ-કક્ષાના ફૂટબોલ સ્ટેડિયમનું નિર્માણ થશે, તેવી ફૂટબોલ ચાહકોમાં આશા જાગી છે. તેમણે જે રીતે ગુજરાતમાં ક્રિકેટ સ્ટેડિયમ નું નવીનીકરણ કર્યું છે. તેવુજ ફૂટબોલ માટે વિશ્વ-કક્ષાના ફૂટબોલ સ્ટેડિયમનું […]

Gujarat Others Sports

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (જીએસએફએ)નાં નવા પ્રમુખ પદે રાજ્યસભાનાં સાંસદ પરિમલ નથવાણીની વરણી કરવામાં આવી છે. પરિમલ નથવાણી ની ફૂટબોલ એસોશિએશનના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવતાં જ રાજ્યમાં વિશ્વ-કક્ષાના ફૂટબોલ સ્ટેડિયમનું નિર્માણ થશે, તેવી ફૂટબોલ ચાહકોમાં આશા જાગી છે. તેમણે જે રીતે ગુજરાતમાં ક્રિકેટ સ્ટેડિયમ નું નવીનીકરણ કર્યું છે. તેવુજ ફૂટબોલ માટે વિશ્વ-કક્ષાના ફૂટબોલ સ્ટેડિયમનું નિર્માણ થશે, તેવી ફૂટબોલ ચાહકોમાં આશા જાગી છે

ઉલ્લેખનીય છે કે, ફૂટબોલ એસોસિએશનની કારોબારીની મળેલી બેઠકમાં પરિમલ નથવાણીને નવા પ્રમુખ તરીકે વરણી અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેની સત્તાવાર જાણ કરતાં જીએસએફએના સેક્રેટરી ગુલાબ ચૌહાણે જણાવ્યું હતું કે, નટવર સિસોદીયાને નવા ખજાનચી તરીકે ચૂંટવામાં આવ્યા છે.

આ અંગે પરિમલ નથવાણીએ જણાવ્યુ હતું કે, ફૂટબોલ એસોસિએશનના તમામ સભ્યોએ તેમને પ્રમુખપદે પસંદ કર્યા તે બદલ, તે સૌના આભારી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.