Not Set/ અકસ્માત/ શાજાપુરમાં કૂવામાં પડી સ્કૂલ વાન, 2 બાળકોના મોત, રેસક્યુ ઓપરેશન શરૂ

મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લાના રિછોડા વિસ્તારમાં ત્યારે અફરા-તફરીનો માહોલ સર્જાયો. જ્યારે સ્કૂલના બાળકોથી ભરેલી મારુતિ વાન શાળાની નજીકના કૂવામાં પલટી ગઈ હતી. આ અકસ્માતમાં બે બાળકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે બે બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.આ ઘટનાની જાણ થતાં બચાવ ટીમ સ્થળ પર પહોંચી હતી, જ્યાં બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અત્યાર સુધીની […]

India

મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લાના રિછોડા વિસ્તારમાં ત્યારે અફરા-તફરીનો માહોલ સર્જાયો. જ્યારે સ્કૂલના બાળકોથી ભરેલી મારુતિ વાન શાળાની નજીકના કૂવામાં પલટી ગઈ હતી. આ અકસ્માતમાં બે બાળકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે બે બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.આ ઘટનાની જાણ થતાં બચાવ ટીમ સ્થળ પર પહોંચી હતી, જ્યાં બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

અત્યાર સુધીની પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માત મારુતિ  રિવર્સ કરવા  દરમિયાન થયો હતો. બનાવની માહિતી મળતાં કલેકટર એસપી સહિત વહીવટી અધિકારી ઘટના સ્થળે પહોંચી ગયા છે. બચાવ ટીમે અત્યાર સુધીમાં બે બાળકોને બહાર કાઢ્યા છે, જ્યારે અકસ્માતમાં બે બાળકોનાં મોત નીપજ્યાં છે. અન્ય બાળકોને કાઢવા માટે બચાવ કામગીરી ચાલુ છે. જો કે, અકસ્માત દરમિયાન વાનમાં કેટલા બાળકો હાજર હતા તે અંગેની માહિતી હજી મળી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.