દેશમાં સતત ત્રીજા દિવસે કોરોના કાબુ બહાર જોવા મળ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી કે 16,000 કરતાં વધારે જોવા મળ્યા છે. જ્યારે મહારાષ્ટ્રમાં પણ સ્થિતિ કથળતી જાય છે.જ્યારે મહારાષ્ટ્રમાં પણ સ્થિતિ કથળતી જાય છે. ઘણા શહેરોમાં નિયમો કડક કરી દેવામાં આવ્યા છે.જેના પગલે અમરાવતી શહેરમાં જારી લૉકડાઉનને એક સપ્તાહ માટે વધારી દેવામાં આવ્યું છે. અમરાવતીમાં સોમવારે લૉકડાઉન સમાપ્ત થવાનું હતું પરંતુ કોરોનાના વધતા કેસને જોતા તેને 8 માર્ચ સુધી વધારી દેવામાં આવ્યું છે.

અરેરાટી / અભાગણી વિધવા જનેતા, એક સાથે ત્રણ બાળકીઓને આપ્યો જન્મ, સારવાર નહીં મળતા ત્રણેય નવજાતના મોત
આ વખતે અમરાવતી અને અચલપુર શહેરની સાથે હવે અંજનગાંવ સુર્જી શહેરમાં પણ લૉકડાઉન લગાવવામાં આવ્યું છે. અંજનગાંવ સુર્જી શહેરમાં કોરોનાના વધુ કેસ થયા બાદ કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ સંપૂર્ણ લૉકડાઉન છે એટલે કે મેડિકલ અને જરૂરી સેવાઓને છોડીને દિવસભર બધુ બંધ કરવામાં આવ્યું છે. લૉકડાઉનને કારણે શહેરના રસ્તા વીરાન અને બજાર બંધ છે. મહારાષ્ટ્રના સોલાપુરમાં કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યાં છે. તો બીજીતરફ નિયમોનું યોગ્ય રીતે પાલન થઈ રહ્યું નથી. શુક્રવારે શાકમાર્કેટમાં હરાજી દરમિયાન મોટી સંખ્યામાં ભીડ ભેગી થઈ હતી. જ્યાં કોરોનાના નિયમોનો ભંગ કરવામાં આવ્યો હતો. લોકો માસ્ક વગર ફરી રહ્યાં હતા. તો વહીવટી તંત્ર પણ યોગ્ય કાર્યવાહી કરી રહ્યું નથી.

Political / દેશમાં ડેમોક્રેસી મરી રહી છે, છેલ્લા 6 વર્ષોમાં તમામ સંસ્થાઓ પર વ્યવસ્થિત રીતે હુમલા થઇ રહ્યા છે: રાહુલ ગાંધી
મહારાષ્ટ્રના હિલ સ્ટેશન લોનાવલામાં માસ્ક ન પહેરનારને ગુલાબનું ફૂલ અને માસ્ક આપવામાં આવ્યા હતા. ત્યારબાદ તેની પાસેથી 500 રૂપિયા દંડ વસૂલવામાં આવ્યો ગતો. લોનાવલા હિલ સ્ટેશન છે અને ત્યાં મોટી સંખ્યામાં લોકો ફરવા આવે છે. લોનાવાલા પાલિકાના અધ્યક્ષ સુરેખા જાધવે કુમાર ચોક પર આવા લોકોને ગુલાબ અને માસ્ક આપી કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવાની ચેતવણી આપી હતી.
Political / કપિલ સિબ્બલે કોંગ્રેસને ગણાવી નબળી પાર્ટી, જાણોો શું છે કારણ?
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
