Not Set/ દેશમાં કોરોનાનો આંક 80 લાખને પાર, છેલ્લા 24 કલાકમાં નોંધાયા…

ભારતમાં COVID-19 નાં કેસો દરરોજ વધી રહ્યા છે. ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 80 લાખને વટાવી ગઈ છે.

Top Stories India

ભારત સહિત વિશ્વનાં 180 થી વધુ દેશોમાં કોરોનાવાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. આ ચેપથી અત્યાર સુધીમાં 4.44 કરોડથી વધુ લોકો પ્રભાવિત થયા છે. આ વાયરસથી 11.73 લાખથી વધુ ચેપગ્રસ્ત લોકોનાં જીવ ગયા છે.

રાજ્યમાં શિયાળાની શરૂઆત, આ વર્ષે વધુ ઠંડી પડવાની આગાહી

ભારતમાં પણ COVID-19 નાં કેસો દરરોજ વધી રહ્યા છે. ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 80 લાખને વટાવી ગઈ છે. આરોગ્ય મંત્રાલય દ્વારા ગુરુવારે સવારે જારી કરવામાં આવેલા આંકડા મુજબ, દેશમાં ચેપગ્રસ્ત કોરોની સંખ્યા વધીને 80,40,203 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોના 49,881 નવા કેસ નોંધાયા છે.

વધુ એક કોરોના વોરિયર્સનું કોરોનાનાં કારણે મોત, PI ડામોરે લીધો અંતિમ શ્વાસ

છેલ્લા 24 કલાકમાં 56,480 દર્દીઓ ઠીક થયા છે. આ સમય દરમિયાન 517 કોરોના ચેપગ્રસ્ત મૃત્યુ પામ્યા છે. અત્યાર સુધીમાં કુલ 73,15,989 દર્દીઓ ઠીક થયા છે. 1,20,527 લોકોએ કોરોનાનાં કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલ કોરોના કેસની સંખ્યા આશરે 6 લાખ છે. 22 ઓગસ્ટ પછી પહેલીવાર આ સંખ્યા 7 લાખ પર આવી ગઈ છે.

દેશમાં હાલમાં 6,03,687 સક્રિય કેસ છે. રિકવરી દર વિશે વાત કરીએ તો, તે થોડો વધારો થયા પછી 90.99 ટકા પર પહોંચી ગયો છે. પોઝિટિવિટી રેટ 4.63 ટકા છે. મૃત્યુ દર 1.49 ટકા છે. ઓક્ટોબર 28 નાં રોજ, 10,75,760 કોરોના સેમ્પલ ટેસ્ટ કરાયા હતા. અત્યાર સુધીમાં કુલ 10,65,63,440 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ છે.