ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી મેચ શનિવારે ઝારખંડની રાજધાની અને ધોનીનાં ગઢ કહેવાતા રાંચીમાં રમાશે. ઝારખંડ ક્રિકેટ એસોસિએશને આ મેચ માટે ઘણી તૈયારીઓ કરી લીધી છે, પરંતુ જેએસસીએ પ્રેક્ષકોની નારાજગીને કારણે ટેન્શનમાં આવી ગયુ છે. 40 હજારનાં પ્રેક્ષકોની ક્ષમતાવાળા સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં કુલ 1500 ટિકિટ જ વેચાઇ છે ઝારખંડ એસોસિએશન દ્વારા ટિકિટની કિંમત સસ્તી રાખવામાં આવી છે. 250 રૂપિયા ખર્ચ કરીને એક દિવસની રમત જોઈ શકાય છે.
જેએસસીએ સ્ટેડિયમ પર પાંચ કાઉન્ટરો પણ ખોલવામાં આવ્યા છે, પરંતુ ગુરુવાર સુધીમાં ફક્ત થોડા જ લોકો ટિકિટ ખરીદવા આવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ સીરીઝ પર કબજો જમાવી લીધો છે. તેણે શ્રેણીમાં દક્ષિણ આફ્રિકા સામેની શરૂઆતની બંને ટેસ્ટ જીતીને અજેય લીડ મેળવી લીધી છે. આ અગાઉ ભારતે પૂણેમાં શ્રેણીની બીજી ટેસ્ટ જીતીને ઇતિહાસ રચ્યો હતો. તેણે ઘરઆંગણે સતત 11 મી ટેસ્ટ સીરીઝ જીતીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, પરંતુ તે સમયે પૂણેનાં સ્ટેડિયમમાં ફક્ત થોડા દર્શકો જ હાજર હતા. જેને ધ્યાને લેતા જેએસસીએ સુરક્ષા કર્મચારીઓને 5000 ટિકિટ અને સ્કૂલ અને ક્લબને 10,000 ટિકિટ આપી છે,
JSCA નાં નવા પ્રમુખ નફીસ ખાને જણાવ્યું હતું કે, “આગામી સમયે કદાચ અમે ટેસ્ટ મેચને હોસ્ટ કરતા પહેલા બે વખત વિચારીશું, જો કે અમે ના પણ કહી શકતા નથી. પરંતુ તે સાચું છે કે જો રાજ્યનાં સંગઠનોએ ટેસ્ટ ક્રિકેટને નકારવાનું શરૂ કર્યું, તો પછી રમતનું આ મોટું રૂપ મરી જશે. ખાલી સ્ટેન્ડ જોઈને ખૂબ જ દુઃખ થાય છે.
નફીસ ખાને વધુમાં જણાવ્યુ કે, આપણે ટેસ્ટ મેચમાં કેટલાક ફેરફારો કરવા પડશે. ‘જેએસસીએને ટેસ્ટ મેચ હોસ્ટ કરવાનું આયોજન કરવા માટે બીસીસીઆઈ તરફથી 1 કરોડ રૂપિયા મળ્યા છે, તેથી તેમાં નુકસાન નહીં થાય. પરંતુ જેએસસીએ બીસીસીઆઈની આગામી સામાન્ય સભામાં આ મુદ્દાને સત્તાવાર રીતે ઉઠાવી શકે છે. બીસીસીઆઈનાં પ્રમુખ સૌરવ ગાંગુલીની જેમ, જેએસસીએ પ્રમુખ પણ માને છે કે ગુલાબી બોલ ટેસ્ટ મેચનો એક વિકલ્પ હોઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
