બોલિવૂડના શંહશાહ અમિતાભ બચ્ચનને નાણાવટી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. બિગ બી રૂટિન ચેકઅપ છેલ્લા ત્રણ દિવસથી માટે હોસ્પિટલમાં હતા. શુક્રવારે રાત્રે 10 વાગ્યે તેમને રજા આપવામાં આવી હતી. આ દરમિયાન પત્ની જયા બચ્ચન અને પુત્ર અભિષેક બચ્ચન પણ તેમની સાથે દેખાયા હતા. તબીબોએ હવે અમિતાભને ઘરે બેડ રેસ્ટ કરવાની સલાહ આપી છે.
હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ અમિતાભ બચ્ચન પત્ની જયા અને પુત્ર અભિષેક સાથે કારમાં દેખાયા હતા. અભિષેક કારની આગળની સીટ પર બેઠો હતો, જ્યારે જયા અને અમિતાભ પાછળની સીટ પર હતા.

આપને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચનને મંગળવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. Dr Barv ની નજર હેઠળ તેમની સારવાર કરવામાં આવી હતી. આ દરમિયાન તેણે અનેક રાઉન્ડ ચેકઅપ કર્યા હતા.

પેટની સમસ્યાને કારણે બિગ બી છેલ્લા ત્રણ દિવસથી હોસ્પિટલમાં હતા. વર્ષ 2017 માં તેમને પેટની સમસ્યા હતી. આ અગાઉ વર્ષ 2012 માં પણ તેઓ આ સમસ્યાને દૂર કરવા માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા.

નોંધપાત્ર વાત એ છે કે, 17 ઓક્ટોબરે, કરવા ચોથ હતો અને અમિતાભ આ તહેવાર દરમિયાન હોસ્પિટલમાં હતા. આ રીતે, તેણે ટ્વિટર પર પત્ની જયાના ફોટા શેર કરીને તેમના કરવા ચોથની શુભેચ્છા પાઠવી હતી.
https://twitter.com/SrBachchan/status/1184904031384129537
વર્કફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન ટૂંક સમયમાં ‘બ્રહ્માસ્ત્ર’, ‘ગુલાબો સીતાબો’ અને ‘ચેહરે’ જેવી ફિલ્મોમાં જોવા મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
