Entertainment News: બોલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. CBI દ્વારા બહાર પાડવામાં આવેલ લુક આઉટ સર્ક્યુલર હવે રદ રહેશે. સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો છે. કોર્ટે રિયાના ભાઈ અને તેના પિતાને પણ રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે રિયા ચક્રવર્તી અને તેના ભાઈ અને પિતા વિરુદ્ધ સીબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલા લુક આઉટ સર્ક્યુલરના કેસમાં બોમ્બે હાઈકોર્ટના આદેશને યથાવત રાખ્યો છે.

સુપ્રીમ કોર્ટે CBIની અરજી ફગાવી દીધી હતી
માહિતી અનુસાર, ફેબ્રુઆરીમાં બોમ્બે હાઈકોર્ટે રિયા ચક્રવર્તી અને તેના ભાઈ અને પિતાની અરજી પર CBIના લુક આઉટ સર્ક્યુલરને રદ કરી દીધો હતો. હાઈકોર્ટના આદેશને સીબીઆઈ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આજે સુપ્રીમ કોર્ટે CBIની અપીલ ફગાવી દીધી છે. આનાથી રિયા અને તેના પરિવારને મોટી રાહત મળી.
આ પણ વાંચો: જેલમાં કેવી રીતે વિતાવ્યા રિયા ચક્રવર્તીએ દિવસો, અભિનેત્રીએ વર્ષો પછી કર્યો ખુલાસો
આ પણ વાંચો:સુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તીને કોર્ટમાંથી મળી રાહત, હવે એક્ટ્રેસની ભેદી પોસ્ટ થઈ વાયરલ
