જો હવે નકલમુક્ત પરીક્ષા કરવી છે તો તે માટે તમારે તૈયારીઓ તો કરવી જ પડશે, પરંતુ કર્ણાટકમાં બુધવારે સિસ્ટમના નામે વિદ્યાર્થીઓ સાથે જે કરવામાં આવ્યું તે જોઈ ને કદાચ જ તમે તમારું હસવાનું રોકી શકશો..આ ઘટના ભગત પ્રી-યુનિવર્સિટી કોલેજની છે, જ્યાં એક વિચિત્ર વિચાર બહાર આવ્યો હતો કે વિદ્યાર્થીઓ કોપી કરી ન શકે.
કોલેજમાં, નકલ થતી અટકાવવા માટે વિદ્યાર્થીઓના માથા ઉપર કાર્ડબોર્ડ પહેરવામાં આવ્યું હતું. તેમજ મોં બાજુના કાર્ડબોર્ડમાં એક ચોરસ છિદ્ર બનાવવામાં આવ્યું હતું જેથી વિદ્યાર્થીઓ પ્રશ્નો જોઈ શકે અને જવાબો લખી શકે. પરીક્ષા દરમિયાન કોપી ન કરી શકાય તે માટે વર્ગમાં હાજર શિક્ષક તેમની દેખરેખ રાખે છે. ઘણી વખત કેમેરા વગેરેની પણ ગોઠવણ કરવામાં આવે છે. પરંતુ કર્ણાટકમાંથી જે પદ્ધતિ બહાર આવી છે તે દરેકને હસાવી હસાવીને લોતપોત કરી દીધા છે.
ન તો બાળકોએ હસવાનું બંધ કર્યું, ન તો શિક્ષકે
આ તસવીર જોઈને બધાને આશ્ચર્ય થયું. એટલું જ નહીં, જે શિક્ષકની દેખરેખ માટે ફરજ બજાવી હતી, તે હસવું રોકી શક્યા નહીં. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ પણ એકબીજા સામે જોતા હતા અને હસતા જોવા મળ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
