Not Set/ અમદાવાદ/ લેહ લદ્દાખમાં ફરજ બજાવતા જવાનનું બીમારીથી મોત

અમદાવાદ, અમદાવાદનાં એક જવાનનું લેહ લદ્દાખમાં ફરજ પર બીમારીનાં લીધે મોત નીપજ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે તેઓ થોડા સમયથી બીમાર હતા અને બેંગ્લુરૂમાં સારવાર લઈ રહ્યા હતાં. તે પછી બે દિવસ પહેલા જ લશ્કરી હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા હતા. જે બાદ તેમનો પાર્થિવ દેહને અમદાવાદનાં અમરાઇવાડી વિસ્તારમાં તેમના ઘરે લાવવામાં આવ્યો હતો. આપને જણાવી […]

Ahmedabad Gujarat

અમદાવાદ,

અમદાવાદનાં એક જવાનનું લેહ લદ્દાખમાં ફરજ પર બીમારીનાં લીધે મોત નીપજ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે તેઓ થોડા સમયથી બીમાર હતા અને બેંગ્લુરૂમાં સારવાર લઈ રહ્યા હતાં. તે પછી બે દિવસ પહેલા જ લશ્કરી હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા હતા. જે બાદ તેમનો પાર્થિવ દેહને અમદાવાદનાં અમરાઇવાડી વિસ્તારમાં તેમના ઘરે લાવવામાં આવ્યો હતો.

આપને જણાવી દઈએ કે અમરાઈવાડી પોસ્ટ ઓફિસની સામે આવેલ રાવના વંડાનાં નિવાસી હરિશચંદ્ર રામરાજ મૌર્ય ભારતીય ભૂમિદળમાં ફરજ બજાવતા હતા અને તેમનું ચાલુ ફરજ પર બીમારીનાં લીધે મોત નીપજયું હતું.

ઉલ્લખનીય છે કે હરિશચંદ્ર રામરાજ મોર્ય (40) જવાનને શબપેટીમાં તિરંગાનું સન્માન આપવામાં આવ્યું હતું. તેમના પાર્થિવ દેહને લશ્કરની પાંખના સાથી જવાનો અધિકારીઓ સાથે બેંગ્લોરથી લશ્કરની ગાડીમાં લાવવામાં આવ્યો હતો.

જવાનના પાર્થિદેહને ઘરે લવાતા પરિવારજનો અને આસપાસના લોકો આ જવાનને અંતિમ વિદાય આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.