Not Set/ વીડિયો/ અચાનક બીજા માળેથી નીચે પડ્યુ માસૂમ બાળક અને પછી….

આપણે ઘણી વાર એક કહેવત સાંભળી છે કે, ‘જાકો રાકે સાઇયા માર સકે ન કોઈ’. આ વિડિઓ જોઈને, તમે પણ આ કહેવત પર ભરોશો કરતા થઇ જશો. મધ્યપ્રદેશનાં ટીમકમગઢ શહેરથી આવી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. જ્યા 3 વર્ષનાં બાળકે મોતને માત આપી દીધી છે. આ બાળક બીજા માળેથી નીચે પડ્યુ હતુ છતા […]

India

આપણે ઘણી વાર એક કહેવત સાંભળી છે કે, ‘જાકો રાકે સાઇયા માર સકે ન કોઈ’. આ વિડિઓ જોઈને, તમે પણ આ કહેવત પર ભરોશો કરતા થઇ જશો. મધ્યપ્રદેશનાં ટીમકમગઢ શહેરથી આવી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. જ્યા 3 વર્ષનાં બાળકે મોતને માત આપી દીધી છે.

આ બાળક બીજા માળેથી નીચે પડ્યુ હતુ છતા તે માસૂમને કોઇ ઈજા પહોંચી ન હોતી. જેનુ કારણ કે તે જ સમયે તે રસ્તા પરથી નીકળી રહેલી રિક્ષા છે. બાળક જ્યારે નીચે પડ્યુ ત્યારે તે જમીન પર નહી પણ આ રિક્ષાની સીટ પર પડ્યુ હતુ.

મળી રહેલી માહિતી અનુસાર, અચાનક જ રેલિંગ પરથી તેનો હાથ છુટી ગયો અને તે બાળક રિક્ષા સીટ પર પડી ગયુ. આ રીતે તે માસૂમનો જીવ બચી ગયો હતો. બાળક જ્યારે રેલિંગ પરથી નીચે પડ્યુ ત્યારે તે રસ્તેથી પસાર થઇ રહેલી રિક્ષા પર પડ્યુ અને તુરંત જ નીચે હાજર લોકોએ તે બાળકને ઉઠાવી તપાસ કરી કે તેને કશુ થયુ તો નથીને. આ બાળકે મોતને માત આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.