Not Set/ વીડિયો/ રાજસ્થાનમાં બીએસપી નેતાનાં ચહેરા પર ફેંકાઇ કાળી શાહી, ગધેડા પર બેસાડી જુત્તાનો પહેરાવ્યો હાર

રાજસ્થાનનાં જયપુરમાં બહુજન સમાજ પાર્ટી (બીએસપી) નાં કાર્યકરોએ તેમની જ પાર્ટીનાં રાષ્ટ્રીય સંયોજક રામજી ગૌતમ અને બીએસપીનાં પૂર્વ પ્રભારી સીતારામનાં ચહેરાને કાળો રંગ લગાવ્યો હતો. ત્યારબાદ તેમણે બન્ને નેતાઓને ગધેડા પર બેસાડી ફેરવ્યા. કાર્યકરોએ બન્ને નેતાઓને જુત્તાનો હાર પહેરાવ્યો હતો. આ નેતાઓ પર પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં કથિત રીતે હોવાનું સામે આવ્યું છે. જેના કારણે તેઓની […]

Top Stories India

રાજસ્થાનનાં જયપુરમાં બહુજન સમાજ પાર્ટી (બીએસપી) નાં કાર્યકરોએ તેમની જ પાર્ટીનાં રાષ્ટ્રીય સંયોજક રામજી ગૌતમ અને બીએસપીનાં પૂર્વ પ્રભારી સીતારામનાં ચહેરાને કાળો રંગ લગાવ્યો હતો. ત્યારબાદ તેમણે બન્ને નેતાઓને ગધેડા પર બેસાડી ફેરવ્યા. કાર્યકરોએ બન્ને નેતાઓને જુત્તાનો હાર પહેરાવ્યો હતો. આ નેતાઓ પર પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં કથિત રીતે હોવાનું સામે આવ્યું છે. જેના કારણે તેઓની સાથે આ પ્રકારનો વ્યવહાર કરવામાં આવ્યો છે.

આ ઘટનાથી પાર્ટીમાં જાણે ખલબલી મચી ગઇ હતી. પક્ષનાં કેટલાક વરિષ્ઠ નેતાઓને જુત્તાની માળા પહેરાવવામાં આવી હતી અને પક્ષનાં કેટલાક કાર્યકરો દ્વારા ટિકિટ વહેંચણીમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા તેમના ચહેરા પર આ પ્રકારનો કાળો રંગ લગાવવામાં આવ્યો હતો. મંગળવારે અહીં બનીપાર્કની બસપા કચેરી ખાતે આ ઘટના બની હતી. બસપાનાં કાર્યકરોએ પાર્ટીનાં રાષ્ટ્રીય સંયોજક રામજી ગૌતમ અને પૂર્વ બસપાનાં રાજ્ય પ્રભારી સીતારામનાં ચહેરા પર કાળી શાહી નાખી અને તેમને જુત્તાની હારમાળા પહેરાવી હતી. જે બાદ ગૌતમને પણ ગધેડા પર બેસાડવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે.

પાર્ટી કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો છે કે આ બન્ને નેતાઓએ પાર્ટી કાર્યકર્તાઓ સાથે દગો કર્યો છે. તેઓ પાર્ટીનાં પ્રમુખ માયાવતીને કાર્યકરોની દુર્દશા પહોંચાડતા નથી અને ભ્રષ્ટાચાર કરે છે. આ ઘટના અંગે એક કાર્યકરે કહ્યું કે, અમારા કાર્યકરો પોતાના નેતાઓથી નારાજ છે. કાર્યકર્તા પાંચ વર્ષ કામ કરે છે, પરંતુ નેતાઓ પૈસા લઈને ભાજપ અને કોંગ્રેસનાં પેરાશૂટ ઉમેદવારોને ટિકિટ આપે છે. બસપાનાં કાર્યકરો અને નેતાઓની અવગણના કરવામાં આવે છે અને તેમનું શોષણ કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.