Gujarat Weather: સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં ગાજવીજ વરસાદ પડતાં ખેડૂતોના પાકનું ધોવાણ થયું છે. પાટણમાં ભારે વરસાદ અને વૃક્ષો પડી જવાથી કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. પ્રાંચીતીર્થ, ધંતિયા, ટીંબડી, કુંભારિયા, વસાવડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. નાના વાવાઝોડા સાથે સુત્રાપાડાના પ્રાચી તીર્થ, થરેલી અને અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો છે. 24 થી 27 તારીખ સુધી ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. 25 મે સુધી રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી શકે છે. અરબી સમુદ્ર પર ચક્રવાતી પવનનો વિસ્તાર વિકસિત થયો છે. ભારે વરસાદની આગાહીને કારણે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. માછામારોને આજે દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

ગુજરાતનાં 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ (Orange Alert) અને 20 જિલ્લામાં યલો એલર્ટ (Yellow Alert) જારી કરવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. જ્યારે યલો એલર્ટમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહિસાગર, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, દ્વારકા, બોટાદનો સમાવેશ થાય છે.
અમરેલી જિલ્લામાં પણ વરસાદ શરૂ થયો છે. અમરેલી શહેરમાં 3.25 ઇંચ વરસાદ પડ્યો છે. અમરેલીમાં છેલ્લા 3 કલાકથી વરસાદ પડી રહ્યો છે. લાઠી શહેરમાં પણ 1.25 ઇંચ વરસાદ પડ્યો છે. જોરદાર પવન અને વરસાદને કારણે અમરેલી શહેર અંધારામાં ડૂબી ગયું છે. જૂનાગઢ જિલ્લાના કેશોદ, માળિયાહાટી અને મેંદરડા પંથકમાં પણ ભારે વરસાદ શરૂ થયો છે. હવામાનમાં અચાનક પલટો આવ્યા બાદ કેશોદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડ્યો છે.
માળીયાહાટીમાં ભારે વરસાદથી પાકને ભારે નુકસાન થયું છે. બપોરે ભારે વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. મેંદરડા પંથકમાં ભારે વરસાદ શરૂ થયો છે. દાત્રાણા, માનપુર અને અલીધ્રા સહિતના ગ્રામીણ પંથકોમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે. કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને ખાખ કરી દેવામાં આવ્યા છે. તૈયાર પાકને નુકસાન થયું છે. હવે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો છે. ખેડૂતોએ સરકાર પાસેથી સર્વે અને વળતરની માગ કરી છે. જોકે, બીજી તરફ, હવામાન વિભાગે હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
આ પણ વાંચો:સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, ગાજવીજ સાથે પડશે વરસાદ
આ પણ વાંચો:ગુજરાતમાં ખરાબ હવામાનથી 21 લોકોનાં મોત! IMD એ આપ્યું યલો એલર્ટ
આ પણ વાંચો:ગુજરાતમાં 24 કલાક ભારે! ગાજવીજ અને પવન સાથે પડશે માવઠું
