Not Set/ સ્પોર્ટ્સ/ ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી બન્યા BCCI નાં 39 માં અધ્યક્ષ

ભારતનાં સૌથી સફળ કેપ્ટન પૈકીનાં એક સૌરવ ગાંગુલીને સત્તાવાર રીતે ભારતનાં ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈનાં અધ્યક્ષ પદની કમાન સોંપવામાં આવી છે. વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) પહેલા સૌરવ ગાંગુલી બોર્ડનાં પૂર્ણ-સમય અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. અપેક્ષા મુજબ, ભારતનાં ભૂતપૂર્વ કેપ્ટન અને પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીને બીસીસીઆઈ અધ્યક્ષ તરીકે પસંદ કરવાની સત્તાવાર ઘોષણા કરવામાં આવી […]

Top Stories Sports

ભારતનાં સૌથી સફળ કેપ્ટન પૈકીનાં એક સૌરવ ગાંગુલીને સત્તાવાર રીતે ભારતનાં ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈનાં અધ્યક્ષ પદની કમાન સોંપવામાં આવી છે. વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) પહેલા સૌરવ ગાંગુલી બોર્ડનાં પૂર્ણ-સમય અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે.

અપેક્ષા મુજબ, ભારતનાં ભૂતપૂર્વ કેપ્ટન અને પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીને બીસીસીઆઈ અધ્યક્ષ તરીકે પસંદ કરવાની સત્તાવાર ઘોષણા કરવામાં આવી છે. બીસીસીઆઈ પ્રમુખની પસંદગી માટે બુધવારે મુંબઇમાં સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. જેમાં, ‘બંગાળ ટાઇગર’ ને બીસીસીઆઈનાં 39 માં પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. ‘દાદા’ તરીકે જાણીતા સૌરવ ગાંગુલી આજે સવારે બીસીસીઆઈની બેઠકમાં ભાગ લેવા મુંબઈ પહોંચ્યા હતા. જ્યા તેમને બીસીસીઆઈનાં અધ્યક્ષ પદની કમાન સોંપવામાં આવી છે.

બીસીસીઆઈએ ટ્વિટર હેન્ડલ દ્વારા તેની જાહેરાત કરી છે. બીસીસીઆઈએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર સૌરવ ગાંગુલીની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે બોર્ડ અધ્યક્ષ પદ સંભાળી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, ગાંગુલી આ પદ માટે અરજી કરનાર એકમાત્ર ઉમેદવાર હતા. 14 ઓક્ટોબરનાં રોજ ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ પહેલા ગાંગુલીનાં નામ પર ભારતનાં ક્રિકેટ સંગઠનો વચ્ચે સંમતિ થઈ હતી.

ગાંગુલી ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન તરીકે અને બીસીસીઆઈનાં અધ્યક્ષ તરીકે ચૂંટાયેલા બીજા ખેલાડી હશે. આ પહેલા વિજયાનગરમનાં મહારાજાએ આ પદ સંભાળ્યું હતું,  જે તે પહેલા ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન રહી ચૂક્યા છે. વધુમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશનનાં પૂર્વ સંયુક્ત સચિવ જય શાહ બોર્ડનાં નવા સેક્રેટરી રહેશે. જય ગૃહમંત્રી અમિત શાહનાં પુત્ર છે. નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરનાં ભાઈ અરુણ ધૂમલ પણ ખજાનચી બનવાના લગભગ નક્કી જ છે. આપને જણાવી દઇએ કે, અરુણ ધૂમલ હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશનનાં પ્રમુખ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.