Not Set/ સરકારનો મોટો નિર્ણય, બંધ નહી થાય BSNL અને MTNL, કરવામા આવશે મર્જ

છેલ્લા ઘણા સમયથી બીએસએનએલ અને એમટીએનએલ પર સંકટનાં વાદળો છવાયા હતા. ત્યારે સરકાર હવે તેમના માટે એક સારા સમાચાર લઇને આવી રહી છે. કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રની ટેલિકોમ કંપની બીએસએનએલને સંકટથી બહાર લાવવા માટે પોતાની યોજના રજૂ કરી છે. સરકારે કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરીથી બીએસએનએલ અને એમટીએનએલને મર્જ કરવાનો નિર્ણય લીધો છે. ટેલિકોમ મંત્રી રવિશંકર પ્રસાદે […]

Top Stories Business

છેલ્લા ઘણા સમયથી બીએસએનએલ અને એમટીએનએલ પર સંકટનાં વાદળો છવાયા હતા. ત્યારે સરકાર હવે તેમના માટે એક સારા સમાચાર લઇને આવી રહી છે. કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રની ટેલિકોમ કંપની બીએસએનએલને સંકટથી બહાર લાવવા માટે પોતાની યોજના રજૂ કરી છે. સરકારે કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરીથી બીએસએનએલ અને એમટીએનએલને મર્જ કરવાનો નિર્ણય લીધો છે.

ટેલિકોમ મંત્રી રવિશંકર પ્રસાદે એક પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે બીએસએનએલ કે એમટીએનએલ બન્નેમાંથી એક પણ કંપની બંધ થશે નહી. પરંતુ એમટીએનએલ બીએસએનએલ સાથે મર્જ કરવામાં આવશે. આ સાથે તેમણે કહ્યું, ‘બીએસએનએલ અને એમટીએનએલને પાટા પર લાવવા, રૂ.15,000 કરોડનાં સરકારી બોન્ડ, 38,000 કરોડની સંપત્તિનું મુદ્રીકરણ અને કર્મચારીઓ માટે સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ યોજના લાવવામાં આવશે.’ આપને જણાવી દઇએ કે મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ એટલે કે એમટીએનએલ તેની સેવાઓ દિલ્હી અને મુંબઇમાં પ્રદાન કરે છે. જ્યારે ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે બીએસએનએલ દિલ્હી અને મુંબઈ સિવાય દેશભરમાં સેવાઓ પૂરી પાડે છે.

સરકાર બીએસએનએલમાં કુલ 29,937 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. રવિશંકર પ્રસાદે કોન્ફરન્સમાં કહ્યું, ‘બીએસએનએલ અને એમટીએનએલ માટે સરકારનું વિજન એકદમ સ્પષ્ટ છે. તે ભારતની નીતિગત દ્રષ્ટિએ મહત્વપૂર્ણ સંપત્તિ છે. તેમણે કહ્યું કે નેપાળ અને કાશ્મીરમાં કુદરતી આફતો દરમિયાન મહત્તમ સમર્થન બીએસએનએલનું હોય છે. તેટલું જ નહી લશ્કર અને બેન્કોનું નેટવર્ક પણ બીએસએનએલની જવાબદારી છે.

રવિશંકર પ્રસાદે કહ્યું કે, અમે વીઆરએસ પર આકર્ષક પેકેજ લઈને આવી રહ્યા છીએ, જેની કર્મચારી સંગઠન દ્વારા પ્રશંસા કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે વીઆરએસ એટલે કોઈને બળજબરીપૂર્વક હાંકી કાઠવાને બદલે સ્વૈચ્છિક નિવૃત્તિ. અમે એક આકર્ષક વીઆરએસ યોજના રજૂ કરી રહ્યા છીએ, જેમાં કોઈ વ્યક્તિ 53 વર્ષનો છે, તો તેને 60 વર્ષની વય સુધી 125% પગાર મળશે. જ્યારે અન્ય ટેલિકોમ કંપનીઓમાં એચઆર ખર્ચ 5 ટકા છે, જ્યારે આ બે કંપનીઓમાં તે 70 ટકા છે.

વધુમાં તેમણે કહ્યું કે બીએસએનએલ અને એમટીએનએલનાં મર્જરમાં થોડો સમય લાગશે. જ્યાં સુધી મર્જર ન થાય ત્યાં સુધી એમટીએનએલ, બીએસએનએલની પેટાકંપની તરીકે કાર્ય કરશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું છે કે બન્ને કંપનીઓનાં મર્જર દ્વારા બીએસએનએલ આગામી બે વર્ષમાં નફો જોઇ શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.