અમદાવાદ,
ફ્લાવર શો 2019નો પ્રારંભ થઇ ગયો છે. આ ફ્લાવર શો નું ઉદ્દઘાટન સીએમ વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. ફ્લાવર શોમાં સાડા સાત લાખની પણ વધુ જાતના ફૂલો આર્કષણનું કેન્દ્ર બનવાના છે. ફ્લાવર શોમાં ફ્લાવરથી અલગ-અલગ સકલ્પચર બનાવવામાં આવશે.
આ ફ્લાવર શોમાં હાર્ટ, ફ્લાવર પોટ, મોર અને પરીના સકલ્પચર આકર્ષણનું કેન્દ્ર જમાવવાના છે. તો બીજી તરફ વાત કરીએ તો આજથી રિવરફ્રન્ટમાં લોકોના ધસારો પણ વધી જવાનો છે. ફ્લાવર શોના પ્રારંભ ટાળે જ અલગ-અલગ સ્કૂલના વિદ્યાર્થીઓ અહીંયા આવી પહોંચ્યા હતા અને ફ્લાવર શોને નિહાળીને ખુશી અનુભવી હતી.
