હરિયાણામાં કોની સરકાર બનશે તેનો ભેદ થોડા સમયમાં ખુલી જ જશે. પરંતુ તે પહેલા કોંગ્રેસે ભાજપ પર આરોપ મુક્યો છે કે તે હરિયાણામાં સરકાર બનાવવા પૈસાનો પૂરો ઉપયોગ કરી રહી છે. કોંગ્રેસનું કહેવુ છે કે, ચૂંટણીમાં ભાજપનાં મંત્રીઓ અને ટોચનાં નેતાઓની હાર એ સાબિત કર્યુ છે કે લોકોએ ભાજપને નકારી કાઠી છે. શુક્રવારે પાર્ટીનાં અધ્યક્ષ સોનિયા ગાંધીની આગેવાની હેઠળ વરિષ્ઠ નેતાઓની વિશેષ ગ્રુપની બેઠક બાદ કોંગ્રેસનાં પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાએ પત્રકારોને જણાવ્યું હતું કે ચૂંટણી બાદ ભાજપનાં બે ચહેરા ખુલ્લા પડી ગયા છે.
તેમણે કહ્યું કે, વિશેષ જૂથ બેઠકમાં સોનિયા ગાંધીનાં નેતૃત્વ હેઠળ વિવિધ વિષયો પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. જેમાં ખેડૂતો, નાના દુકાનદારો અને ઉદ્યોગનાં હિતો સાથે રમવા જેવા મહત્વપૂર્ણ વિષયો શામેલ છે. સુરજેવાલાએ કહ્યું, “ભાજપ ખેડૂતોનાં હિત માટે ખુલ્લી બોલી લગાવી રહી છે. કોંગ્રેસ હવે ચૂપ બેસશે નહીં.” હરિયાણામાં સ્વતંત્ર ધારાસભ્ય ગોપાલ કાંડા સહિતનાં અપક્ષ ધારાસભ્યોનાં સમર્થનથી સરકાર બનાવવાનાં ભાજપનાં પ્રયાસનાં સવાલ પર તેમણે કહ્યું કે, જ્યારે કાંડા હરિયાણા સરકારમાં મંત્રી હતા ત્યારે તે સમયે નરેન્દ્ર મોદી અને અમિત શાહનાં નિવેદનો જુઓ. તે સમયે ભાજપનું સ્થાન શું હતું? ”
સુરજેવાલાએ કહ્યું કે, તત્કાલીન કોંગ્રેસ સરકારે નૈતિક જવાબદારી લઇને કાંડાને હટાવ્યા હતા. આ ભાજપનું ડબલ સ્ટાન્ડર્ડ છે. ચૂંટણી પરિણામ અંગે તેમણે કહ્યું કે, “હરિયાણાએ ભાજપને નકારી દીધી છે. હવે હોર્સ ટ્રેડિંગ દ્વારા સરકાર બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જ્યારે ખટ્ટર સરકારનાં મોટાભાગનાં મંત્રીઓ હારી ગયા હતા. તેમને લોકોએ નકારી કાઠ્યા હતા અને બહુમતી આપી ન હોતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
