Not Set/ રાજ્યસભાની આઠ નવી સમિતિઓની રચના કરવામાં આવી, જાણો કોને મળ્યું સ્થાન

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા આઠ નવી રાજ્યસભા સમિતિઓની રચના કરવામાં આવી છે. આ સમિતિઓમાં સરકાર દ્વારા તમામ પક્ષોને સાથે રાખી ચાલવાનો પ્રયાસ કરવામા આવ્યો છે. કોંગ્રેસના ટી સુબ્બારામી રેડ્ડી, ગૌણ કાયદા અંગેની સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યાં છે, ભાજપના ઓ.પી. માથુર સમિતિના અધ્યક્ષ છે, જે સમિતિ દ્વારા સભ્યોને રહેવાની જગ્યા ફાળવાય છે. અમરસિંહ અને સ્વપનદાસગુપ્તાની નિયુક્તિ […]

Top Stories India

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા આઠ નવી રાજ્યસભા સમિતિઓની રચના કરવામાં આવી છે. આ સમિતિઓમાં સરકાર દ્વારા તમામ પક્ષોને સાથે રાખી ચાલવાનો પ્રયાસ કરવામા આવ્યો છે. કોંગ્રેસના ટી સુબ્બારામી રેડ્ડી, ગૌણ કાયદા અંગેની સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યાં છે, ભાજપના ઓ.પી. માથુર સમિતિના અધ્યક્ષ છે, જે સમિતિ દ્વારા સભ્યોને રહેવાની જગ્યા ફાળવાય છે.

અમરસિંહ અને સ્વપનદાસગુપ્તાની નિયુક્તિ નિયમન સમિતિ માટે કરવામાં આવી છે.  ભાજપના પ્રભાત ઝા રાજ્યસભાની એથિક્સ કમિટીના નવા અધ્યક્ષ છે. તો બીજેડીના પ્રસન્ન આચાર્ય પિટિશન પરની કમિટીનું નેતૃત્વ કરશે. આમ સરકાર દ્વારા વિવિધ 8 સમિતિ દ્વારા તમામ પક્ષોને સાથે રાખી સત્તામાં ભાગીદારી અને વહિવટમાં પારદર્શીતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આપણ વાંચો : મંત્રી મંડળ/ શિયાળુ સત્ર પૂર્વે મોદી કેબિનેટમાં તોડાતો ફેરફાર, સાથી પક્ષોનાં મંત્રીઓ વધશે

આપને જણાવી દઇએ કે હાલ સંસદનું શિયાળું સત્ર થોડા સમયમાં જ આમલમાં આવશે. ત્યારે દિવાળીનાં તહેવાર પૂર્વે મોદી સરકાર અને PM મોદી પોતાની ટીમમાં ફેરફાર કરી શકે છે તેવું જોવામાં આવી રહ્યું છે. આપને જણાવી દઇએ કે 2019માં નવી સરકાર બન્યા બાદ કોઇ પણ ખાત માટે નવા ચહેરા લાવવામા આવ્યા નથી. મોદી મંત્રી મંડળનાં પ્રથમ વિસ્તરણમાં પણ સાથી પક્ષો સાથે અન્યાય થયાનો ભાવ જન્મેલો અને તમામ બાબતોને ધ્યાનમાં રાખી PM મોદી પોતાનું પ્રતિનિધી મંડળ પણ વિસ્તારે તેવી તમામ જગ્યાએ વાતો વહતી થઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.