ભારત સરકારની ટેલિકોમ કંપની BSNLએ તેના વપરાશકારો (ગ્રાહકો) ને એક મોટી ભેટ આપી છે. BSNL દ્વારા તેની ઘોષણા કરતા જાણાવાયું છે કે તે તેના વપરાશકારોને દર 5 મિનિટમાં વોઇસ કોલ પર 6 પૈસા આપશે. બીએસએનએલની આ યોજનાનો લાભ વાયરલાઇન, બ્રોડબેન્ડ અને એફટીટીએચના વપરાશકર્તાઓને પણ મળશે. BSNLએ આ ઘોષણા એવા સમયે કરી છે જ્યારે રિલાયન્સ જિયોના આઈયુસી કોલ માટે આઈયુસી 6 પૈસા પ્રતિ મિનિટ (6 પૈસા કેશબેક) ના દરે જાહેરાત કરવામાં આવી છે. હાલના સમયમાં, બીએસએનએલની જનતા પર કેટલી અસર પડશે, તે આવનારો સમય કહેશે. પરંતુ આવી જાહેરાત બીએસએનએલ સાથે સંકળાયેલા એવા વપરાશકર્તાઓને સંતોષ આપશે.
આપને જણાવી દઈએ કે રિલાયન્સ જિઓ , અન્ય કોઈપણ કંપનીના નેટવર્ક પર કોલ કરવા માટે ગ્રાહકોને પ્રતિ મિનિટ છ પૈસાના દરે ચાર્જ લેશે. આની ભરપાઇ માટે કંપની ગ્રાહકોને સમાન મૂલ્યનો મફત ડેટા આપશે. કંપનીએ આ અંગે માહિતી આપી હતી. કંપનીએ નિવેદનમાં કહ્યું છે કે જ્યાં સુધી કોઈ કંપનીએ તેના ગ્રાહકોને બીજા નેટવર્ક પર કોલ કરવા માટે ચૂકવણી કરવી પડશે ત્યાં સુધી ગ્રાહકો પાસેથી આ ફી લેવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
